સલમાન શર્ટ ઉતારી કમાતો રૂ.100 કરોડ, મેં કુર્તો ઉતાર્યો તો મળ્યા 3400 કરોડ

જે ફિલ્મમાં સલમાન ખાન શર્ટ ઉતારી નાખે છે તે ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરે છે. મેં કુર્તો ઉતાર્યો તે 3400 કરોડ મળી ગયાં. આવું કહેવું છે હરિયાણાનાં કૃષિ મંત્રી ઓપી ધનખડનું. ધનખડે નિમાણા ગામમાં પ્રદેશ સ્તરીય સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન આ વાત કરી.

એમણે જણાવ્યું કે મેં પ્રદર્શન દરમ્યાન કુર્તો ઉતાર્યા બાદ મંત્રી પદ સંભાળ્યું તો પ્રદેશનાં ખેડૂતોને 3400 કરોડ વળતર આપવામાં આવ્યું. એવામાં મારા કુર્તો 3400 કરોડનો છે કે જે સલમાન ખાનનાં કુર્તા કરતા પણ મોંઘો છે.

કૃષિ મંત્રી ઓપી ધનખડે બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેટલાંક લોકો એમણે પ્રશ્નો કરે છે કે વિપક્ષમાં રહેતી વખતે તે કુર્તો નિકાળીને પ્રદર્શન કરતા હતાં. સરકારમાં આવવા પર આનાંથી ખેડૂતોને શું ફાયદો થયો. કેન્દ્રીય બજેટથી સ્પષ્ટ થઇ ગયું છે કે એમનો કુર્તો સલમાન ખાનનાં કુર્તા કરતા વધારે મોંઘો છે.

You might also like