સલમાને કરી બોડીગાર્ડની હકાલપટ્ટી

મુંબઇઃ સલમાન ખાન પોતાની ટીમનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. પરંતુ તેમાંથી જ કોઇ એક તેની સાથે ખોટો વ્યવહાર કરે તો સલમાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. હાલમાં જ એવું કાંઇક થયું છે. જેના કારણે સલમાન ખુબ જ ગુસ્સે થઇ ગયો છે.  ગુસ્સામાં સલમાને તેના ત્રણ બોડીગાર્ડને કાઢી મૂક્યાં છે.  કેટલાક બોડીગાર્ડ સલમાન સાથે જોડાયેલી માહિતી બહાર લિક કરતા હતા. ત્યાર બાદ અફવાઓ ઉડતી હતી. ત્યારે આ અંગે સલમાનને જાણ થતાં તેણે પોતાના બોડીગાર્ડને કાઢી મૂક્યા છે. જોકે આ બોડીગાર્ડમાં તેમના ફેવરીટ બોર્ડગાર્ડ શેરાનું નામ શામેલ નથી.

સલમાને પહેલેથી જ તેમના ટીમ મેમ્બર્સને કહ્યું છે કે તેઓ એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખે કે તેમના કોઇ પણ ફિલ્મી પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી ક્યારે પણ લીક ન થાય. તેમ છતાં માહિતી લીક થવાને કારણે સલમાન અપસેટ છે. તેવામાં બોડીગાર્ડની ભૂલ સામે આવતા સલમાને તેમના મેનેજરને પણ નોકરી માંથી કાઢી મૂક્યો છે.

http://sambhaavnews.com/

You might also like