“ટાઇગર જિંદા હૈ” ફિલ્મ બની વર્ષ 2017ની હાઇએસ્ટ વીકેન્ડ ઓપનર

જે વાતનો આપણે સૌને વિશ્વાસ હતો તે જ થયું. વાત કરીએ છીએ ફિલ્મ “ટાઇગર જિંદા હૈ”ની. “ટાઇગર જિંદા હૈ” ફિલ્મ વર્ષ 2017નાં ફર્સ્ટ વિકેન્ડ પર સૌથી વધુ કમાનાર બોલીવુડ ફિલ્મ બની ગઇ. જો કે બાહુબલી 2 આ રેકોર્ડ પર ટોપમાં છે પરંતુ આ એક તેલુગુ ફિલ્મનું હિન્દી ડબીંગ વર્ઝન છે.

બાહુબલી 2એ પહેલાં જ વીકેન્ડ પર 127 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી લીધી છે. સલમાન ખાનની ફિલ્મ “ટાઇગર જિંદા હૈ”એ રિલીઝ થવાનાં પહેલા જ વીકેન્ડમાં 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ ફિલ્મે લગભગ ત્રણ દિવસમાં 114.93 કરોડની કમાણી કરી લીધી છે.

બોક્સ ઓફિસ પર રૂ.100 કરોડની ક્લબમાં શામેલ થનાર સલમાન ખાનની આ 12મી ફિલ્મ છે. આ સફળતા સાથે સલમાન બોલીવુડનાં એક એવાં એક્ટર બની ગયાં કે જેની સૌથી વધારે ફિલ્મો 100 કરોડનાં ક્લબમાં શામેલ થઇ ગઇ.

માત્ર એટલું જ નહીં એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા શેર કરવામાં આવેલા આંકડાઓમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે “ટાઇગર જિંદા હૈ” ફિલ્મે સલમાનની અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનાં ઓપનિંગ વીકેન્ડ રેકોર્ડ્સને તોડી નાખેલ છે. તરણ આદર્શે ટ્વિટમાં કહ્યું છે કે,”આ ફિલ્મે બજરંગી ભાઇજાન, સુલ્તાન અને ટ્યુબલાઇટનો રેકોર્ડ તોડી નાખ્યો.

ફિલ્મની અત્યાર સુધીની કમાણીને લઇ શેર કરવામાં આવેલ આંકડાઓને લઇને તરણ આદર્શે અનેક ટ્વિટ કર્યા છે. એક ટ્વિટનાં આધારે ચાર દિશાઓમાં “ટાઇગર જિંદા હૈ” ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. મેટ્રોપ્લેક્સિસથી લઇને સિંગલ સ્ક્રીન્સ પર પણ ફિલ્મનાં માટે ભારે ભીડ ઉમટી રહી છે.

શુક્રવારે ફિલ્મની કમાણી 34.10 કરોડ રૂપિયા, શનિવારે 35.30 કરોડ રૂપિયા અને રવિવારે 45.53 કરોડ રૂપિયાની કમાણી કરી. આ પ્રકારે દેશભરમાં ફિલ્મની અત્યાર સુધીની કમાણી રૂ.114.93 કરોડ સુધીની થઇ ગઇ છે.

“ટાઇગર જિંદા હૈ” ફિલ્મ પહેલા દિવસની કમાણીથી જ વર્ષની સૌથી મોટી બોલીવુડ ઓપનર ફિલ્મ બની છે ને સાથે દેશભરમાં ભારે કમાણી કરી રહી છે પરંતુ વિદેશનાં બોક્સ ઓફિસ પર પણ રોકિંગ બિઝનેસ કરી રહી છે.

You might also like