સલમાને ટીવી ચેનલ પર કર્યો માનહાનીનો કેશ, જાણો આ છે કારણ

મુંબઇઃ બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાને બોમ્બે હાઇકોર્ટમાં એક ટીવી ચેનલ વિરૂદ્ધ માનહાનીનો  કેસ દાખલ કર્યો છએ. સલમાને તેમની ઇમેજ ખરાબ કરવાના આરોપ સર 100 કરોડ રૂપિયા દંડની માંગ કરી છે. સલમાન ખાને આ કેસ 1998માં “હમ સાથ સાથ હે” ફિલ્મના શૂટિંગ વખતે ચિકાર શિકાર મામલે ચેનલ દ્વારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનને લઇને હતો. આ સ્ટિંગ ઓપરેશનમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોનું માનવું છે કે તેમણે સલમાનને ચિકારનો શિકાર કરતા જોય છે. પરતુ બાદમાં સાક્ષીઓ ફરી ગયા હતા અને તેમણે આ વીડિયો નકલી ગણાવ્યો હતો.

સલમાને અપીલ કરી છે કે આ વીડિયોનો કોઇ પણ હિંસ્સો સાર્વજનિક થતા રોકવામાં આવે. આ મામલે સલમાન જેલ પણ જઇ ચૂક્યો છે. જો કે થોડા દિવસ પહેલા આ મામલે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

You might also like