ફિલ્મમાં શર્ટલેસને લઇને અભિનેતા સલમાન ખાને આપ્યું કંઇક આવું નિવેદન…

સલમાન ખાન પોતાની સરેરાશ દરેક ફિલ્મમાં એક વખત શર્ટલેસ જોવા મળે છે. દરેક ફિલ્મમાં આમ તે ફિલ્મના ડાયરેકટરના કહેવા પર નથી કરતો પરંતુ ઘણી વખત પોતાની મરજી પર ફિલ્મમાં શર્ટ કાઢી નાંખે છે. સલમાન ખાને એક ઇન્ટરવ્યું દરમિયાન પોતાના શર્ટલેસ અંગે હક્કીત જણાવી હતી.

સૌ પ્રથમ વખત શર્ટલેસ વગર સલમાન ખાન 1995માં આવેલ ‘કરણ અર્જુન’ માં જોવા મળ્યો હતો. ફિલ્મના પોસ્ટરમાં સલમાન ખાનનો આ ફોટો ક્યાંય બતાવવામાં આવ્યો નહતો. ખરેખર, ફિલ્મ અભિનેતાએ વીરગતિ ફિલ્મથી પોતાની આકર્ષક બોડીબનાવાની શરૂઆત કરી દીધી હતી, જે પોતાના ચાહકોને ફિલ્મ કરણ-અર્જૂનમાં બતાવી હતી.

ફિલ્મ અભિનેતા સલમાન ખાને શર્ટલેસ અંગે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે મને એવો અહેસાસ થવા લાગ્યો હતો કે સારુ શરીર તમારી મિલ્કત જેમ છે. જેના કારણે શર્ટલેસ થઇ હું મારું પોતાનું શરીર બતાવવા માંડયો. જો તમારી પાસે સુંદર બોડી છે તો તેને બતાવવામાં શું વાંધો છે. હું મારા ઘરમાં પણ ઘણી વખત શર્ટલેસ ફરું છે.

ઘણી વખત હું ડ્રાઇવિંગ કરતો હોવ કે રસ્તા પર ચાલવા જતો હોવ છું ત્યારે પણ શર્ટ ઉતારી દઉં છું. હું લોકોની કેર કરતો નથી. જો લોકોને પ્રોબ્લેમ થાય છે તો ત્યાંથી ચાલી જાય. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી પોતાની દરેક ફિલ્મમાં એક વખત શર્ટલેસ જોવા મળે છે.

You might also like