હવે સલમાન ખાનનાં ઘરે વાગશે શરણાઇ, આ છોકરી બનશે દુલ્હન

Giorgia Andrianimore
Giorgia Andrianimore

પ્રિયંકા ચોપડા-નિક જોનસ અને દિપીકા-રણવીરનાં લગ્નનાં સમાચારો વચ્ચે હવે વધુ એક સેલિબ્રિટી લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહ્યાં હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે સલમાન ખાનનાં ઘરમાંથી શરણાઇ વાગવા જઇ રહી છે.

પરંતુ જો આપ સલમાન ખાન વરરાજા બનશે તેવું વિચારી રહ્યાં છો તો તે આપની એક મોટી ભૂલ છે. હકીકતમાં સલમાનનાં ભાઇ અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. અરબાઝ છેલ્લાં કેટલાંક મહીનાઓથી મૉડલ જોર્જિયા એન્ડ્રીયાનીને ડેટ કરી રહેલ છે.

બંનેને અવારનવાર પબ્લિક પ્લેસ પર સ્પોટ કરવામાં આવે છે. અરબાઝે 2 વર્ષ પહેલાં જ મલાઇકા અરોરાને તલાક લઇને પોતાનો જૂનો 18 વર્ષનો સંબંધ તોડી નાખ્યો હતો. લગ્નનાં સમાચારો પર હાલમાં અરબાઝ અથવા તો તેઓનાં પરિવાર તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી રહી.

છેલ્લાં દિવસોમાં અરબાઝે પોતાનો 51મો બર્થ ડે પણ જોર્જિયા સાથે ઉજવ્યો હતો. જોર્જિયાએ અરબાઝ સાથે સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી. તમને જણાવી દઇએ કે તલાક આપવાનું કારણ અરબાઝની નાકામયાબીને માનવામાં આવી રહેલ છે.

અરબાઝ એક્ટર તરીકે કંઇ ખાસ કમાલ નથી દેખાડી શક્યો. બાદમાં તેઓએ ફિલ્મ “દબંગ”ને પ્રોડ્યુસ કરી. કેટલાંક સમય પહેલાં તેઓનું નામ IPLમાં સટ્ટાબાજ કરવાને લઇને પણ સામે આવી ચૂકેલ છે. અરબાઝ અને મલાઇકાનો પુત્ર અરહાન પણ છે કે જે પોતાની માંની સાથે રહે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ચૂંટણી આવતાં વિપક્ષો EVMનો રાગ આલાપે છે

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો અને કેટલાક લોકોએ ઇવીએમને બદનામ કરવાનો જાણે કે ઠેકો લીધો…

18 hours ago

મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી…

19 hours ago

ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા…

19 hours ago

નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 25 ઇવીએમ-વીવીપેટ ખોટકાયાં

ગઇકાલે અમદાવાદ શહેર-જિલ્લામાં દિવસભર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં મેડિકલ ટીમ…

19 hours ago

ધો.12 સાયન્સનું 9 મે, ધો.10નું પરિણામ તા. 23 મેએ જાહેર થશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે.…

19 hours ago

ઈન્દ્રપ્રસ્થ ટાવરના દસમા માળેથી અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી

શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ…

19 hours ago