મુંબઇઃ સુપર સ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પર ડીએન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. શેરા પર આરોપ છે કે તેણે મારામારી કરી છે અને બંદૂકની ધોસ જમાવીને દાદાગીરી પણ કરી છે. ફરિયાદીયે ફરિયાદ કરી છે કે સલમાનના બોડીગાર્ડે તેને બંદૂક બતાવીને ધમકાવ્યો છે. ફરિયાદીએ એવો આરોપ પણ લગાવ્યો છે કે શેરાએ તેના ગરદનનું હાળકું પણ તોડી કાઢ્યું છે. હાલ તો શેરાને મુંબઇ પોલીસ પૂછપરછ માટે પોલીસ સ્ટેશ લઇ ગઇ છે. કોઇ પણ સમયે તેની ધરપકડ થઇ શકે છે.
છેલ્લાં 17 વર્ષથી સલમાનના બોડીગાર્ડ તરીકે ગુરમીત સિંહ ઉર્ફે શેરા કામ કરી રહ્યો છે. જે સલમાન માટે તેનો એક કર્મચારી નહીં પરંતુ અંગત વ્યક્તિ છે. સલમાન તેને પોતાના પરિવારનો જ સભ્ય માને છે. ઉલ્લેખનીય છે કે સલમાન કોઇ પણ સ્થળે જવાનો હોય તેના એક દિવસ પહેલાં જ શેરા તેની સંપૂર્ણ માહિતી મેળવી લે છે. ઘણી વખત તો તે સલમાન માટે રસ્તો સાફ રાખવા પાંચ પાચ કિલોમીટર સુધી પણ ચાલે છે. બોડિ બિલ્ડિંગમાં જૂનિયર મિ મુંબઇ અને જૂનિયર મિસ્ટર મહારાષ્ટ્રનો પુરસ્કાર જીતી ચૂકેલ શેરા સલમાન સાથે દરેક સમયે હોય છે.