કાળિયાર કેસ: સલમાન પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ, એક માર્ચે વધુ સુનવણી

જોધપુર: કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન અને સૈફ અલી ખાને જોધપુર કોર્ટમાં તેમના બચાવમાં પુરાવા રજૂ કર્યા નથી. આ અગાઉ સલમાન ૨૭ જાન્યુઆરીએ તેમના પર લાગેલ આરોપની સુનવણી માટે કોર્ટ પહોચ્યા હતા.

હવે આ કેસમાં અંતિમ ચર્ચા ૧ માર્ચથી શરુ થશે. ૧૦ માર્ચ સુધી સલમાન, સૈફ, સોનાલી, નીલમ અને તબ્બુ સાથે જોડાયેલ કેસમાં નિર્ણય આવી શકે છે.

આરોપી ફિલ્મ સ્ટાર્સે તેમના બધા આરોપો નકારતા તેમના બચાવમાં પુરાવા રજૂ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ પુરાવા રજૂ ના કરી શકવાના કારણે કોર્ટે માની લીધું કે, તેમની પાસે પોતાનો બચાવ કરવા માટે કોઈ પ્રમાણ નથી. જો કે, અંતિમ ચર્ચામાં બંને પક્ષ પોત પોતાના તર્ક રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં ૧ ૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

You might also like