સલમાન પોતાનાં બર્થ-ડે પર કરશે આ રીતે સેલિબ્રેશન

આ વખતે પોતાની ફિલ્મ “ટાઇગર જિંદા હૈ”ની સફળતાને એન્જોય કરી રહેલ સલમાન ખાન 27 ડિસેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે. સલમાન આ વખતે પોતાનાં બર્થ-ડેનાં દિવસે શું કરશે તેનો સંપૂર્ણ પ્લાન જાહેર થઇ ગયો છે.

સલમાન આ વખતે પોતાનો જન્મ દિવસ કંઇક અલગ જ રીતે ઉજવશે. કેમ કે સલમાન “ટાઇગર જિંદા હૈ” બાદ હવે પોતાની આગલી ફિલ્મ રેસ-3માં જોડાઇ ગયેલ છે. સલમાન પોતાનાં બર્થ-ડેનાં દિવસે પણ આ ફિલ્મની શૂટિંગ ચાલુ રાખશે.

આ ફિલ્મ ફ્લોર પર પહોંચી ગઇ છે અને સલમાન મુંબઇમાં છ દિવસનાં લાંબા શીડ્યુલ સાથે આ ફિલ્મનું શૂટિંગ કરશે. સેટ પર કદાચથી જરૂર કેક કાપીને એમનો બર્થ-ડે સેલીબ્રેશન કરવામાં આવી શકે છે.

ફિલ્મ રેસ-3 સાથે જોડાયેલ સૂત્રોનું એવું કહેવું છે કે આ ફિલ્મમાં સલમાન એક્શન અવતારમાં નજર આવશે. સલમાન ખતરનાક સ્ટન્ટ સીન આ ફિલ્મમાં દર્શાવશે. સલમાન સિવાય આ ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ, જેક્લીન ફર્નાન્ડીઝ, ડેઇઝી શાહ અને સાકિબ સલીમ વગેરે નજરે જોવાં મળશે.

ઉલ્લેખનીય છે કે સલમાનની “ટાઇગર જિંદા હૈ” ફિલ્મ બોક્સ ઓફિસ પર અંદાજે 40 કરોડનાં ઓપનિંગ ડે પ્રીડિક્શનનાં આંકડા સુધી તો નથી પહોંચી શકી નથી પરંતુ પહેલા જ દિવસે ફિલ્મે રૂ.33.75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

You might also like