Bigg Boss 12: ગ્રાન્ડ પ્રીમિયરમાં સલમાન ભાવુક,”આ શો સાથેનો મારો લાંબો સંબંધ”

“બિગ બોસ” સીઝન 12નું આ વખતે ગ્રાન્ડ પ્રીમિયર ગોવામાં રાખવામાં આવ્યું. દરેક વખતે આ શો મુંબઇનાં લોનાવાલામાં થાય છે પરંતુ આ પ્રથમ વખત થયું છે કે બિગ બોસનાં નિર્માતાઓએ આ વખતે શોનું ગ્રાન્ડ પ્રીમિયર ગોવામાં રાખ્યું છે. ગ્રાન્ડ પ્રીમિયર દરમ્યાન સલમાન ખાને પાણીની વચ્ચે હોડીમાં આવતા ખતરનાક એન્ટ્રી લીધી. ત્યાર બાદ સલમાને સ્ટેજ પર જઇને “મુઝસે શાદી કરોગી”નાં ફેમસ ગીતો ગાઇને “જીને કે હૈ ચાર દિન” સોંગ પર જબરદસ્ત ડાંસ કર્યો.

બિગ બોસની થીમ આ વખતે થોડીક વિચિત્ર હશે. આને ધ્યાને રાખીને શો દરમ્યાન તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સલમાન ખાને સ્ટેજ પર કેટલીક જોડીઓને બોલાવી અને તેઓને કેટલાંક ટાસ્ક કરવાનું કહ્યું. સ્ટેજ પર સલમાન ખાનની જોડિઓ સાથેની તસ્વીર પણ આવી છે કે જેમાં સલમાન ખાન જોડીઓ સાથે મસ્તી કરતા દેખાઇ આવે છે.

મોજ મસ્તીને વધુ બે ઘણી કરવા માટે સલમાન ખાન સાથે સ્ટેજ પર ફેમસ કોમેડિયન ભારતી સિંહ પોતાનાં પતિ હર્ષ સાથે પહોંચી હતી. આ દરમ્યાન ભારતીએ કહ્યું, કે તેઓએ રાઇટર સાથે એ કારણોસર લગ્ન કર્યા હતાં કેમ કે રાઇટરનો પુત્ર સલમાન ખાનની જેવો હોય.

ગ્રાન્ડ પ્રીમિયર શરૂ થતા પહેલા પણ અનેક તસ્વીરો સામે આવી હતી કે જેમાં RJ સલિલ આચાર્ય અને આરજે અર્ચના સ્ટેજ પર નજરે આવી ચડ્યાં હતાં કે જેઓએ પ્રીમિયરમાં સલમાનનાં આવતા પહેલાંની કમાન સંભાળી રાખી હતી. આ શોને પ્રીમિયર કરવા માટે મોટી માત્રામાં મીડિયા પણ હાજર રહ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન સલમાન ખાને કહ્યું કે,”મારી જીવનનો સૌથી લાંબો સંબંધ બિગ બોસ સાથે રહ્યો છે.” સલમાન અનેક વર્ષોથી આ શોને હોસ્ટ કરી રહેલ છે. જો કે શરૂઆતમાં તો આ શોને અન્ય કેટલીક સેલિબ્રિટીએ પણ આને હોસ્ટ કરી ચૂક્યાં છે પરંતુ બાદમાં આ શોની કમાન સલમાન ખાને સંભાળી લીધી.

You might also like