સલમાનની ફિલ્મ ‘Kick’ની બનશે સિક્કવલ, આ વર્ષે થશે રિલીઝ

મુંબઇ: સુપરસ્ટાર ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ની પણ સિક્કવલ આવવાની તૈયારીમાં છે. વર્ષ 2014 માં આવેલી આ ફિલ્મમાં સલમાન અને જેકલિન ફર્નાડિસની જોડી જોવા મળી હતી. ફિલ્મએ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું.

જો કે હવે આ ફિલ્મને લઇને એવી માહિતી મળી રહી છે કે ફિલ્મની સિક્કવલને લઇને બધુ નક્કી થઇ ગયું છે અને મેકર્સ 2018માં ફિલ્મનું શૂટિંગ કરી દેશે. સૂત્રોનું માનીએ તો સલમાન અને સાજિદ બંને હાલમાં પોત પોતાના પ્રોજેક્ટને લઇને એટલા વ્યસ્ત છે કે આ વર્ષે કિકનું શૂટિંગ શરૂ કરી શકશે નહીં. જાણવા મળ્યું છે કે સ્ક્રપ્ટિ બનીને તૈયાર છે અને સલમાન ખાન પણ એના માટે પૂરી રીતે તૈયાર છે. સલમાન તો આ ફિલ્મનો મહત્વનો ભાગ હશે જ, પરંતુ બાકીના સ્ટાર કાસ્ટમાં ફેરફાર થઇ શકે છે.

સલમાન ખાન હાલમાં ‘ટ્યૂબલાઇટ’ અને ‘ટાઇગર જિંદા હે’ અને સાજિદ નાડિયાડવાલા પોતાની ત્રણ ફિલ્મ ‘રંગૂન’, ‘બાગી 2’ અને ‘જુડવા 2’ના શૂટિંગને પૂરું કરવામાં વ્યસ્ત છે. એટલા માટે આગળના વર્ષે સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે.

You might also like