સલમાન અને કરણ પ્રોડ્યૂસ કરશે ફિલ્મ, હીરો હશે અક્ષય કુમાર

નવી દિલ્હી: નવું વપ્ષ શરૂ થતાં જ બોલીવુડના ખિલાડી અને દબંગ ખાન બંનેએ પોતાના ચાહકોને મોટી ખુશખબરી આપી છે. સારા સમાચાર એ છે કે સલમાન ખાન અને કરણ જ્હોર સાથે એક ફિલ્મ પ્રોડ્યૂસ કરવા જઇ રહ્યા છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અક્ષય કુમાર કરશે.

નેશનલ એવોર્ડ જીતનાર અનુરાગ સિંહ ફિલ્મનું નિર્દેશન કરશે અને આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થશે. કાલે જ ટ્વિટ કરીને કરણ જ્હોર, સલમાન ખાન અને અક્ષય કુમારે સમાચાર આપ્યા છે.


તમને જણાવી દઇએ કે કાલે કરણ જ્હોરે એ સમયે ચાહકોને ચોંકાવી દીધા હતાં જ્યારે કરણે ટ્વિટર પર લખ્યું હતું કે 15 મિનીટમાં એ કંઇક મોટી જાહેરાત કરવાનો છે.


પરંતુ ત્યારબાદ ત્રણેય સાથે ટ્વિટ કરીને ચાહકોને વધારે હેરાનમાં નાંખી દીધા. પરંતુ જેવા આ સમાચાર મળ્યા તેઓ ખૂબ ખુશ થઇ ગયા. તેમના માટે મોડી રાત સુધી ખૂબ જ ટ્વિટ થતાં રહ્યા.

You might also like