સલમાને અક્ષયને પાછળ રાખ્યો, અમિતાભે ૮ કરોડ ટેક્સ ચૂકવ્યો

નવી દિલ્હી: સલમાને ૨૦૧૬માં એડ્વાન્સ ટેક્સ ભરવાની બાબતમાં અક્ષયને પાછળ રાખી દીધો છે. ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા મુજબ સલમાન ખાને અા વર્ષે ૨૦ કરોડ રૂપિયા એડ્વાન્સ ટેક્સ પેટે ચૂકવી અાપ્યા છે જ્યારે અક્ષયે ૧૬ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અા બંને બાદ રણબીર કપૂર, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનનું નામ અાવે છે. મુંબઈ અાઈટી ડિપાર્ટમેન્ટે થર્ડ ક્વાર્ટર (૩૧ ડિસેમ્બર) સુધીના ડેટા રિલીઝ કર્યા છે. છેલ્લા ક્વાર્ટર જાન્યુઅારીથી માર્ચ સુધીના ડેટાને જોયા બાદ જાહેર કરાશે કે કોણે સમગ્ર ફાઈનાન્શિયલ યર માટે સૌથી વધુ એડ્વાન્સ ટેક્સ ચૂકવ્યો છે.

સલમાન ખાન: ૨૦ કરોડ
સલમાનની ફિલ્મોઅે અા વર્ષે ખૂબ જ કમાણી કરી છે. બજરંગી ભાઈજાને સમગ્ર દુનિયામાં ૬૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો જ્યારે પ્રેમ રતન ધન પાયોઅે ૨૦૦ કરોડની કમાણી કરી.

અક્ષયકુમાર: ૧૬ કરોડ
અક્ષય કુમારની ૨૦૧૫માં બેબી, બ્રધર્સ, ગબ્બર ઇઝ બેક, સિંઘ ઇઝ ‌િબ્લંગ જેવી ફિલ્મો રિલીઝ થઈ. અા ચારેય ફિલ્મોઅે બોક્સ અોફિસ પર સારો બિઝનેસ કર્યો. અેરલિફ્ટ પણ સારી કમાણી કરી રહી છે.

રણબીર કપૂર: ૧૫ કરોડ
રણબીરની ફિલ્મ તમાશા અને બોમ્બે વેલવેટે બોક્સ અોફિસ પર તેની ખાસ અસર કરી નથી તેમ છતાં તેણે ૨૦૧૫ના ફાઈનાન્શિયલ યરમાં ૧૫ કરોડ રૂપિયા એડ્વાન્સ ટેક્સ પેટે ચૂકવ્યા છે.

શાહરુખ ખાન: ૧૪ કરોડ
શાહરુખ ખાન સૌથી વધુ ટેક્સ અાપનાર બોલિવૂડના કલાકારોમાં ચોથા નંબરે છે. અા વર્ષે તેની એકમાત્ર ફિલ્મ દિલવાલે અાવી.

અમિતાભ બચ્ચન: ૮.૭૫ કરોડ
અમિતાભ બચ્ચનની પીકુ સહિતની ફિલ્મો અા વર્ષે સુપરહિટ રહી. તેણે ૮.૭૫ કરોડ એડ્વાન્સ ટેક્સ તરીકે પેમેન્ટ કર્યું છે.

You might also like