સલમાને રૂ.૩૨ કરોડનો સૌથી વધુ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો

મુંબઈ: બોલિવૂડના સુપર સ્ટાર ગણાતા સલમાન ખાનના સિતારા અત્યારે અાસમાનમાં છે. તેની અેક પછી એક ફિલ્મ સુપર હિટ થઈ રહી છે. ૨૦૧૫માં અાવેલી તેની બ્લોક બસ્ટર ફિલ્મ બજરંગી ભાઈજાને કમાણીના તમામ રેકોર્ડ તોડતાં દેશમાં ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો અને સૌથી વધુ કમાણીવાળી ફિલ્મ બની.

સમગ્ર દુનિયામાં અા ફિલ્મે ૬૦૦ કરોડનો બિઝનેસ કર્યો. સલમાન ખાને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે ૩૨ કરોડ રૂપિયા એડ્વાન્સ ટેક્સના રૂપમાં જમા કર્યા છે. અા પહેલાં તેણે ૨૦૧૪-૧૫માં ૨૬ કરોડ રૂપિયાનો એડ્વાન્સ ટેક્સ ચૂકવ્યો હતો. અા રકમ કોઈપણ બોલિવૂડ સ્ટાર દ્વારા ભરવામાં અાવેલો સૌથી વધુ એડ્વાન્સ ટેક્સ છે. બોલિવૂડમાં ખેલાડીના નામથી જાણીતો અક્ષયકુમાર અા વખતે એડ્વાન્સ ટેક્સ ચૂકવવાની બાબતમાં બીજા નંબરે છે. અક્ષયકુમારે ફાઈનાન્શિયલ વર્ષ ૨૦૧૫-૧૬ માટે ૩૦ કરોડનો એડ્વાન્સ ટેક્સ ભર્યો હતો. તો બીજી તરફ ૨૦૧૪-૧૫માં તેણે ૨૩ કરોડનો એડ્વાન્સ ટેક્સ ભર્યો હતો. ૨૦૧૫માં અક્ષયકુમારની બેબી, બ્રધર્સ, ગબ્બર ઇઝ બેક અને સિંહ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મોઅે સારી એવી કમાણી કરી હતી.

૭૦ના દાયકાની સુપર હિટ જોડી નીતુસિંહ અને ઋષિ કપૂરનો પુત્ર રણવીર કપૂર અા લિસ્ટમાં ત્રીજા નંબરે છે. રણવીર કપૂરે ફાઈનાન્શિયલ યર્સ ૨૦૧૫-૧૬ માટે ૨૨.૩ કરોડનો એડ્વાન્સ ટેક્સ જમા કર્યો છે. તેણે ૨૦૧૪-૧૫માં ૧૯.૭ કરોડનો ટેક્સ ભર્યો હતો.

You might also like