દર્શકોના દિલને સ્પર્શે છે સલમાનની ફિલ્મો

ભલે કોઇ ગમે તે કહે, પરંતુ એક સત્ય એ છે કે સલમાનનો દબદબો સતત રહે છે. સ્ક્રીન પર તેની એન્ટ્રી થતાં જ દર્શકોનો ઉત્સાહ વધી જાય છે. તેમના ચહેરા ખીલી ઊઠે છે. આ જ બાબત એ વાતનું પ્રમાણ છે કે આજે પણ બોલિવૂડમાં સલમાન જેવું વ્યક્તિત્વ કોઇનું નથી. કોઇ પણ સ્ટાર સલમાન જેટલો લોકપ્રિય નથી. સલમાનના નામ સાથે રોજબરોજ નવા નવા વિવાદ જોડાતા રહે છે. ક્યારેક વિવાદાસ્પદ નિવેદનો તો ક્યારેક પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શકવાની ઘટના, પરંતુ એક વસ્તુ તો છે જ કે તેના અભિનય પર કોઇ શંકા કરી શકે તેમ નથી.

સૂત્રો કહે છે કે સલમાન અંગે સૌથી સારી વાત એ છે કે તેના ફેન તેને ખૂબ પસંદ કરે છે. તેના દ્વારા ભજવાયેલાં પાત્રો પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લોકો તેની ફિલ્મોને પણ એટલી જ પસંદ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તે પોતાના ચાહકોના પ્રેમનો બદલો ચૂકવવા પોતાની ફિલ્મો માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તેની ફિલ્મો દરેક રીતે બેસ્ટ હોય છે. તેની ફિલ્મો ભલે બૌદ્ધિક સ્તર પર બહુ આગળ ન હોય, પરંતુ દર્શકોના દિલને સ્પર્શવામાં અવલ હોય છે તેમાં કોઇ શક નથી. સલમાન ખાન જેવું ખરેખર કોઇ નથી અને એટલે જ તેના ચાહકોની સંખ્યા પણ એટલી જ વધુ છે. તેની ફિલ્મો આ જ કારણથી બોક્સ ઓફિસના રેકોર્ડ તોડે છે અને આસાનીથી ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ
જાય છે. •

You might also like