સલમાનનાં ચાહકોને ઘેર બેઠાં લાખો રૂપિયા જીતવાની તક, માત્ર કરવું પડશે આ એક કામ

સલમાન ખાન 9 વર્ષ બાદ ફરીથી એક રિયાલિટી શો ’10 કા દમ’ સાથે તૈયાર છે. ભૂતકાળમાં એવાં અહેવાલો હતાં કે આ વખતે દર્શકો પણ ‘શો’માં જોવા મળશે. પ્રોમો જોતાં તમે ચોક્કસપણે કહી શકશો કે મેકર્સોએ આ વચન પૂર્ણ કર્યું છે. આ પ્રોમોમાં સલમાન દરેક વ્યક્તિને ઘરે બેસીને રમવાની તક આપવાની વાત કરે છે.

15 સેકન્ડનાં આ વીડિયોમાં સલમાન લોકોને Sony એપ ડાઉનલોડ કરવા અને ’10 કા દમ’ રમવા માટે વિનંતી કરે છે. સલમાન જણાવે છે કે,”જો તમે ગાડીથી માંડીને શાકભાજી મંગાવવા સુધી એપનો ઉપયોગ કરી શકો છો તો પછી તમે ઘરે બેઠા રમત કેમ ન રમી શકો.”

Sonyની એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની રહેશે કે જેમાં કુલ 40 સ્તરો હશે. જેમ જેમ વપરાશકર્તાઓ સ્તરને પાર કરશે તેમ ‘શો’માં ભાગ લેવા માટે તેઓ નજીક આવતાં રહેશે. આ એપ્લિકેશનમાં “કેટલાંક ટકા ભારતીયોનો વિભાગ” હશે. આ સાથે લીડરબોર્ડ પણ હશે કે જે જણાવશે કે કયા વપરાશકર્તાની કઈ રેન્કિંગ છે. સાથે સાથે વપરાશકર્તાઓને ભેટ પણ આપવામાં આવશે.

આ રિયાલિટી ‘શો’ 2008માં શરૂ થયો હતો અને સલમાને તેને હોસ્ટ કર્યો હતો. તેનાં આગલા વર્ષે એટલે કે 2009માં તેની બીજી સિઝન હતી. તેને પણ સલમાને હોસ્ટ કર્યો હતો. ‘શો’ની આ ત્રીજી સિઝન છે. આગળની બંને સીઝન નેશનલ સર્વે પર આધારિત હતી. આ ‘શો’ સોની ટીવી પર પ્રસારિત થશે.

આ ‘શો’માં ઘણાં સ્ટેપ્સ હોય છે અને દરેક સ્ટેપ્સ પર પૈસા વધે છે. ખાસ પ્રસંગ પર ફિલ્મી હસ્તીઓ પણ ‘શો’માં દેખાય છે અને તેમનાં નસીબ અજમાવવાનો પ્રયાસ કરે છે. બિગ બોસ સીઝન 11ની લોકપ્રિયતાને જોતા આ ‘શો’ 9 વર્ષ પછી ફરીથી ઓન સ્ક્રીન લાવવામાં આવી રહ્યો છે.

You might also like