પુત્ર સલમાનના સપોર્ટમાં સલીમ ખાન, એકસાથે ટ્વિટનો વરસાદ કર્યો

મુંબઈ: પાકિસ્તાની કલાકારોના બોલિવૂડમાં કામ કરવાના સમર્થનમાં સુપરસ્ટાર સલમાન ખાનનાં નિવેદનોને લઈને તેના પિતા સલીમ ખાને પહેલી વાર મૌન તોડ્યું છે. ૭૦ના દાયકાના મશહૂર ફિલ્મ સ્ક્રિપ્ટ રાઈટર રહી ચૂકેલા સલીમ ખાને કટાક્ષમાં ઘણા ટ્વિટ કર્યા. સલીમ ખાને અા ટ્વિટ દ્વારા અે મુદ્દા પર પુત્ર સલમાન ખાને લીધેલા સ્ટેન્ડનું સમર્થન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાને તાજેતરમાં દિલ્હીમાં એવું નિવેદન અાપ્યું હતું કે કલાકાર અને અાતંકવાદી બે અલગ બાબત છે. સલમાને સાથે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની કલાકારોને વિઝા અને વર્કપર‌િમટ ભારત સરકાર તરફથી અાપવામાં અાવે છે. સલમાને અામ કહીને એવું જતાવ્યું હતું કે તે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ પર કટાક્ષ કરવાની સાથે સલીમ ખાને એ લોકો પર પણ કટાક્ષ કર્યો, જે લોકો અા મુદ્દે સલમાન ખાન, કરણ જોહર, મહેશ ભટ્ટ અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી પર નિશાન સાધે છે.

ટ્વિટમાં સલીમે કહ્યું કે અેક ચેનલના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં બ્રે‌િકંગ ન્યૂઝ, સઈદ લખવી, મસૂદને સલમાન ખાન, મહેશ ભટ્ટ, કરણ જોહર અને યેચુરીઅે રિપ્લેસ કરી દીધા છે. સલીમ ખાને એમ પણ કહ્યું કે અા બધા લોકો અાપણા દેશની એકતા સામે ખતરો છે. ત્યારબાદ સલીમે કટાક્ષ કરતાં કહ્યું કે જેન્ટલમેન િવશાળ હૃદય બતાવો, કેમ કે તમે લોકો મનોરંજન કરવાવાળી જોબમાં છો. તમે બૂમો પાડીને લોકોને અપમાનિત કરવાની અને કોઈને દુઃખ પહોંચાડવાની નોકરી કરતા નથી.મિસ્ટર યેચુરી સતર્ક રહે, શાંતિની વાત તમને ગદ્દાર બનાવી શકે છે. ત્યારબાદ એક ટ્વિટમાં સલીમે લખ્યું કે મિસ્ટર ભટ્ટ, અાપણા દેશમાં ટીવી પર ડ્રામે‌િટક એક્ટર્સની કમી નથી, પછી તમે સરહદ પાર કેમ જુઅો છો. અન્ય એક ટ્વિટમાં સલીમ ખાને કહ્યું કે ઇન્દિરાજીઅે મોસ્કોમાં એક અનામ સૈનિકની કબર પર શ્રદ્ધાસુમન ચઢાવતાં કહ્યું હતું કે યુદ્ધમાં જ્યારે પણ ગોળીઅો ચાલે છે ત્યારે એક માતાના દિલને ચોટ પહોંચે છે.

સલમાનને ભારત માટે ઇમાનદારી બતાવવામાં શરમ અાવે છે
સલમાન ખાન પાકિસ્તાની કલાકારોના સપોર્ટમાં અાવ્યો ત્યારબાદ ઘણા લોકોના તેના વિરોધી સૂર ઉઠાવવા લાગ્યા છે. બોલિવૂડ સિંગર અભિજિત ભટ્ટાચાર્યઅે પણ સલમાન મુદ્દે પોતાની ભડાશ કાઢી છે. અભિજિતે ટ્વિટર પર લખ્યું છે કે ફવાદ ખાને પોતાના દેશ પાકિસ્તાન પ્રત્યે સાચી દેશભક્તિ બતાવી, પરંતુ સલમાન ખાનને ભારત પ્રત્યે પોતાની ઇમાનદારી બતાવવામાં શરમ અાવે છે. અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે સુપરસ્ટાર્સ પાકિસ્તાનીઅો સાથે શૂટિંગ કરવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઅો ઉરી હુમલા કે પાકિસ્તાન તરફથી અાતંકવાદી પ્રવૃત્તિઅોના સમાચાર જોતા નથી. અન્ય એક ટ્વિટમાં અભિજિતે લખ્યું છે કે પાકિસ્તાની અને ઇન્ડિયન કલાકારોમાં એક વસ્તુ કોમન છે. બંનેને ભારતીય પૈસા, પ્રસિદ્ધિ સાથે પ્રેમ છે, પરંતુ બંને એ‌િન્ટઇન્ડિયા છે. ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન કેસમાં અા જ અભિજિત ભટ્ટાચાર્ય સલમાનના સપોર્ટમાં ઊભો હતો અને તેને પ્રશંસકોની નારાજગી સહન કરવી પડી હતી.

You might also like