દિકરા સલમાન માટે શુ બોલી ગયા સલીમ ખાન….

મોટા દિકરા સલમાનને માટે હંમેશા સપોર્ટમાં રહેતા પિતા સલીમ ખાને આ વખતે કંઈક એવું કહી દીધું છે કે જેનાથી સલમાન ખાન પણ હેરાન રહી જશે. સૌ કોઈ જાણે છે કે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ટ્યુબલાઈટ” ફ્લોપ રહી છે અને દર્શકોને પસંદ પણ નથી આવી. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વિશે પૂછવા પર સલીમ ખાને કહ્યું કે ‘ટ્યુબલાઈટ’ સારી ફિલ્મ હતી, પરંતુ એ ફિલ્મ ત્યારે સારી જાત જો તેમાં સલમાનને જગ્યાએ બીજો અન્ય કોઈ એક્ટરે કામ કર્યો હોત. પરંતુ ફિલ્મની માટે સલમાનને લેવામાં આવ્યો જે એક્શન માટે જાણીતો છે. આજ કરાણે છે કે ફિલ્મ કદાચ દર્શકોને તે પસંદ નથી આવી અને તેની અસર ફ્લોપ સ્વરૂપે જોવા મળી હતી.

જો આ ફિલ્મમો કોઈ રાજ કપૂર જેવો એક્ટર હોત જે કોઈ પણ રોલ સારી રીતે કરી શકે છે તો આ ફિલ્મ જરૂર ચાલત. આ ઉપરાંત ફિલ્મમાં કોઈ લવ સ્ટોરી પણ ન હતી, માત્ર ફિલ્મના અંતમાં થોડી બતાવવામાં આવી હતી. આજ કારણે ફિલ્મ ચાલી નહી. જો કે તે માને છે કે સલમાને છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારું ઇમ્પ્રુવમેન્ટ બતાવ્યું છે. અક્ષય કુમાર જેવો એક્ટર એક પછી એક હીટ આપી રહ્યો છે તે વિશે પૂછતાં સલીમ ખાને જણાવ્યું હતું કે અક્ષય ખૂબ જ સારો એક્ટર છે. તેની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ટોયલેટ એક પ્રમે કથા” પણ ખુબ સારી ફિલ્મ છે. અક્ષય આમિર ખાન, અજય દેવગન અને સલમાનથી પણ સારો એક્ટર છે.

અક્ષય આજે એક એવો એક્ટર બની ગયો છે જે કોઈ પણ વિષય, કોઇપણ રોલમાં એકદમ ફીટ બેસે છે. જો કે આમિર, અજય અને સલમાને પણ સારો ગ્રોથ બતાવ્યો છે પરંતુ તેમાંથી કોઈ પણ અક્ષય જેવું નથી તેમ સલીમ ખાને કહ્યું હતું.

You might also like