GOOD NEWS: વધી શકે છે બેંકકર્મચારીઓનો પગાર, 5મેના લેવાશે નિર્ણય

સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં બેંકનાં કર્મચારીઓની સેલરીમાં વધારો કરવાની ભેટ આપી શકે છે. આ બાબત ઇન્ડિયન બેંક્સ એસોસિએશનની સાથે બેંકોનાં પ્રતિનિધિઓ અને યૂનિયનની મિટીંગ 5 મેનાં રોજ થવા જઇ રહી છે .નાણાં મંત્રાલયનાં સૂત્રોનુસાર, આ મિટિંગમાં એવી આશા છે કે બેંકનાં કર્મચારીઓની સેલરીમાં વધારાને લઇને એક સામાન્ય અભિપ્રાય બની જાય.

હકીકતમાં બેંક કર્મચારીઓની સેલરીમાં 25%ના વધારાની માંગ કરી રહ્યાં છે. સરકાર 10-15% વધારાની સામાન્ય સહમતિ ઇચ્છે છે. બેંકનાં કર્મચારીઓની સેલરીમાં વધારાનો મામલો નવેમ્બર 2017થી અટકાઇ ગયેલો છે.

આ દરમ્યાન અનેક મીટિંગ થઇ હતી પરંતુ સહમતિ ન હોતી નોંધાઇ. ત્યાર બાદ સરકાર તરફથી કોઇ પણ પ્રકારની મીટિંગ બોલાવવામાં નથી આવી. જો કે હવે સરકારને એવું લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલાં બેંકનાં કર્મચારીઓની સેલરીમાં વધારો કરવાનો મામલો ઉકેલી દેવામાં આવ્યો છે. નહીં તો રાજનીતિનાં મેદાનમાં તેને બેંકનાં કર્મચારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

અશ્વિની રાણાએ નિવેદન આપતાં જણાવ્યું કે,”સેલરીમાં વધારો ન થવાંને કારણે બેંકનાં કર્મચારીઓને નારાજગી છે. ગયા વર્ષે પણ સેલરીમાં વધારો કરવાનાં મામલાને કેન્દ્ર સરકારે આ મામલાને ખેંચ્યો હતો.આ સરકાર પાસે એવી અપેક્ષા હતી કે સરકાર ખરા સમયે બેંકનાં કર્મચારીઓની સેલરીમાં વધારો કરશે પરંતુ આને પણ બેંકનાં કર્મચારીઓને નિરાશ કર્યા હતા. અશ્વિની રાણાનું કહેવું છે કે સેલરી વધારાને લઇને છેલ્લી જે મીટિંગ થઇ હતી તેમાં અમે અમારી માંગ મૂકી છે.

સરકાર સાથે સમસ્યા એ છે કે તે અમારી માંગને સાંભળી લે છે પરંતુ એવું નથી દર્શાવતી કે તેઓનાં મનમાં શું છે અને શું ઇચ્છે છે. તેઓએ ટેબલ પર જ જણાવવું જોઇએ કે તેઓ સેલરીમાં કેટલાં ટકાનો વધારો કરી શકે છે.

You might also like