અાજે સેકન્ડ સેલરી-ડેઃ બેન્કોની બહાર લાઈનો લાગશે

નવી દિલ્હી: ૫૦ ટકા કંપનીઅો તેમના કર્મચારીઅોનો પગાર ૭મી તારીખે કરતી હોવાથી માસિક પગારના અા બીજા દિવસના ઘસારાને પહોંચી વળવા બેન્કો કમરકસી રહી છે.  સંખ્યાબંધ બેન્કોની બ્રાન્ચ રોકડની તંગીનો સામનો કરી રહી છે. રિઝર્વ બેન્કની પગવાનગી મુજબ મહત્તમ ૨૪ હજાર રૂપિયાના ઉપાડ કરતા ઘણા અોછા પ્રમાણમાં ખાતેદારોને નાણાં પૂરા પડાઈ રહ્યા છે. બેન્કરોના જણાવ્યા મુજબ અાજે બીજો માસિક પગાર દિવસ હોવાથી નાણાં ઉપાડવા માટે બેન્કોમાં ઘસારો થશે. એક્સિસ બેન્કના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે જણાવ્યું કે અમારા ૯૫ ટકા એટીએમ મશીન નવી ટેકનીક અનુસાર બનાવાયા છે.
http://sambhaavnews.com/

You might also like