આવી પગાર તારીખ, બેંક, ATM બહાર ફરી વધશે લાઇનો!

નવી દિલ્હીઃ નોટબંદીને પગલે કેશનો કકળાટ ચાલી રહ્યો છે. હજી પણ બેંકોમાં અને ATM બહાર લાઇનો લાગેલી છે. ત્યારે પગાર તારીખ આવતા જ લાઇનોમાં વધારો થવાની શક્યતા છે. 8 નવેમ્બરે નોટબંદીની જાહેરાત બાદ કેશ સપ્લાયની સમસ્યા છે. બેંક અધિકારીઓના મતે રિઝર્વ બેંકમાંથી તેમને જે પ્રકારના મેસેજ પ્રાપ્ત થયા છે તે જોતા કેશ સપ્લાયમાં વધારે સુધારો થઇ શકે તેમ નથી.

બેંકો દ્વારા રિઝર્વ બેંકને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે તેમની પાસે પૂરતી કેશ નથી. ત્યારે રિઝર્વ બેંક તેમના પૂરતા પ્રયાસો હાથ ધરી રહી હોવાનું બેંકોને જણાવી રહી છે. આરબીઆઇ પ્રમાણે પ્રધાનમંત્રીની ‘ કમ કેશ સોસાયટી’ અને ‘કેશલેસ સોસાયટી’ના લક્ષ્યને હાંસલ કરવા માટે કેશની સપ્લાય ઓછી રાખવી જરૂરી છે. નોટબંદી બાદ કેટલાક ATMમાં તો એક જ વખત પૈસા નાખવામાં આવ્યાં છે.

ત્યારે મહિનાની શરૂઆતમાં જ દૂધ વાળા, ડોમેસ્ટિર હેલ્પ, ડ્રાઇવર, શાકભાજીની ખરીદી જેવા રોજ બરોજના ખર્ચાને પહોંચી વળવા માટે હાથ પર કેશ જરૂરી છે. ત્યારે સરકાર ઇચ્છે છે કે લોકો વધારેમાં વધારે પેમેન્ટ ઇલેક્ટ્રોનિક રૂટ અથવા તો મોબાઇલ દ્વારા કરે. RBIના મતે નોટબંદી બાદ બેકિંગ સિસ્ટમમાં 8 લાખ રૂપિયા ડિપોઝિટ થયા હતા. જ્યારે 500 અને 2000ની કેટલી નોટો બેકિંગ સિસ્ટમમાં નાખવામાં આવી છે તે અંગે કોઇ ચોક્કસ માહિતી નથી.

સરકાર ઇ-પેમેન્ટ પર જોર કરી રહ્યું છે. જો કે રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે ફરીથી લોકોએ બેંકોની લાઇનમાં ઉભા રહેવું પડશે. જે લોકોને સેલરી 24000થી વધારે હશે તેઓ એક વખતમાં સેલરી નહીં ઉપાડી શકે.

visit: sambhaavnews.com

You might also like