સલાડ સેન્ડવિચ

સામગ્રી

8 સ્લાઇસ બ્રેડ

1 નંગ ડુંગળી (ગોળ પાતળી કટ કરેલી)

1 નંગ ટામેટા (ગોળ પાતળા કટ કરેલા)

1 નંગ કાકડી (ગોળ પાતળી કટ કરેલી)

1 નંગ કેપ્સીકમ મરચા (પાતા અને લાંબા કટ કરેલા)

100 ગ્રામ પનીર (સ્લાઇઝ પ્રમાણે કટ કરેલ)

મીંઠુ સ્વાદ અનુસાર

1 ચમચી ચાટ મસાલો

ફૂદીના અને લીલા ઘાણાની ચટણી

ટોમેટો કેચઅપ

બનાવવાની રીતઃ એક બ્રેડ સ્લાઇસ પર ફૂદીના અને ઘાણાની ચટણી લગાવો. ત્યાર બાદ તેની પર પનીરની સ્લાઇઝ રાખો. ત્યાર બાદ ટામેટા, કાકડી, કેપ્સીકમ મરચા, મીંઠુ અને ચાટ મસાલો સ્પ્રેડ કરી બીજી સ્લાઇસ પર ટોમેટો સોસ લગાવીને સેન્ડવીચ મેકરમાં કે પેનમાં સેન્ડવીચ રાખી દો. બંને બાજુ બ્રાઉન કલરની શેકીલો. ગરમા ગરમ સેન્ડવીચને સોસ અને ચટણી સાથે સર્વ કરો.

home

You might also like