રિયોમાં જીતીને સાક્ષીએ ત્રિરંગાનું અને સ્ત્રી શક્તિનું માન વધાર્યું : મોદી

રિયો : રિયો ઓલમ્પિકમાં પદક જીતનાર સાક્ષી મલિક માટે હરિયાણા સરકારે ઇનામની જાહેરાત કરી દીધી છે. હરિયાણા સરકાર સાક્ષીને 2.5 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. તે ઉપરાંત સાક્ષીને એક સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાને કહ્યું કે દેશનાં માટે આ ગર્વની વાત છે. આ સાથે જ સાક્ષીની સફળતાએ દેશનાં યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વરૂપે કામ કરશે.

રિયોમાં મેડલ જીતીને ભારતનું ખાતુખોલનાર સાક્ષી મલિકને મેડલ જીત્યા બાદ વડાપ્રધાને શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને સાક્ષી મલિકને શુભકામના પાઠવી હતી. ઉપરાંત સાક્ષીનાં પરિવારમાં પણ હાલ ઉજવણીનો માહોલ છે. સાક્ષી મેડલ જીતતાનીસાથે જ તેનો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો.

વડાપ્રધાને કહ્યું કે રક્ષાબંધનનાં પ્રસંગે સાક્ષી મલિકે રિયો ઓલમ્પિકમાં મેડલ જીતીને ત્રિરંગાનું સન્માન વધાર્યું છે. ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે મહિલા રેસલિંગનાં 58 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ મેચમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. બ્રોન્ઝ મેડલનાં માટે તેણે કિર્ગિસ્તાનની મહિલા રેસલર એસુલૂ તિનિવેકોવાને 8-5થી હરાવી હતી. સાક્ષીએ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.

આ સાથે જ તે પહેલી મહિલા રેસલર બની ગઇ જેણે ઓલમ્પિકમાં કોઇ મેડલ જીત્યું હોય. ઉપરાંત તે ભારત ઓલમ્પિક ઇતિહાસની ચોથી મહિલા ખેલાડી છે જેણે મેડલ પ્રાપ્ત કર્યો હોય. સાક્ષીની પહેલા કર્ણમ મલેશ્વરી, મેરીકોમ અને સાઇના નેહવાલ આ કરતબ કરી ચુક્યા છે. જો કે રિયો ઓલમ્પિકમાં તે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની હતી.

You might also like