પહેલવાન વિનેશ અને સાક્ષી રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ

રાષ્ટ્રમંડળ રમતોની વિજેતા પહેલવાન વિનેશ ફોગટ અને સાક્ષી મલિક ઓલિમ્પિક વિશ્વ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં પોત-પોતાનાં વર્ગમાં સારૂ પ્રદર્શન રી આ વર્ષના અંતે ઓગસ્ટમાં યોજાનાર ઓલિમ્પિક રમતો માટે ક્વોલિફાંઇગ થયા છે. વિનેશ 48 કિગ્રા મહિલા વર્ગમાં રિયો માટે ક્વોલિફાઇંગ થઇ છે. ઉલ્લેખનીય છે કે વિનેશ આ અગાઉ 400 ગ્રામ વધારે વજનના કારણે વિશ્વ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ સ્પર્ધામાં અયોગ્ય ઠેરવવામાં આવી હતી. પાંચ ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલનારા ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ થનાર પ્રથમ મહિલા છે.

બીજા ઓલિમ્પિક ક્વોલિફાયરના સેમિફાઇનલમાં વિનેશને ઇવાન ડેમિરહાનને પરાજય આપી રજત પદકની સાથે ઓલિમ્પિક પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ફાઇનલમાં સ્વર્ણ પદક માટે તેનો મુકાબલો પોલેન્ડની નિના માટકોવ્સકા સાથે યોજાશે. ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ થનાર બીજી ભારતીય મહિલા સાક્ષીએ ચીનની લાન ઝાંગને સેમિફાઇનમાં પરાજય આપ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો રૂસની વાલેરિઅ સામે થશે.

You might also like