સાક્ષી મલિકે પહેલવાન સત્યવ્રત સાથે કરી સગાઇ : અખાડામાં જ થયો હતો પ્રેમ

રોહતક : રિયો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચનાર રેસલર સાક્ષી મલિકે પોતાનાંથી એક વર્ષ નાના રેસલર સત્યવર્ત સાથે સગાઇ કરી હતી. સાક્ષીએ ખુબ જ સાદી રીતે રીતી રિવાજો અનુસાર સગાઇ કરી હતી. અત્રે નોંધનીય છે કે સત્યવ્રત સાક્ષીનાં જ કોચનો પુત્ર છે અને પોતે પણ રેસલર છે.

સત્યવ્રત સાક્ષી મલિક કરતા એક વર્ષ નાનો છે. સાક્ષીની ઉંમર 24 વર્ષથે જ્યારે સત્યવ્રતની ઉંમર 23 વર્ષ છે. સત્યવ્રત કાદિયાન રોહતકમાં અખાડો ચલાવનારા પહેલવાન સત્યવાનનો દીકરો છે અને 97 કિલો વેટ કેટેગરીમાં રમે છે. પહેલવાન સત્યવાન જ સત્યવ્રત અને સાક્ષી બંન્નેના ગુરૂ છે. સત્યવાનને અર્જૂન એવોર્ડ વિજેતા છે.

હાલમાં જ ગુડગાંવમાં યોજાયેલ ભારત કેસરી દંગલમાં સત્યવ્રત ત્રીજા સ્થાને રહ્યો હતો. તે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને સિલ્વર મેડલ અપાવી ચુક્યો છે. આ ઉપરાંત સત્યવ્રત ભારત કેસરી અને ચંબલ કેસરી જેવા ખિતાબ પણ પોતાના નામે કરી ચુક્યો છે. બીજી તરફ સાક્ષી રિયોમાં બ્રોન્ઝ જીતી ચુકી છે.

સત્યવ્રત અને સાક્ષીની નજર પ્રેક્ટિસ દરમિયાન જ મળી ગઇ હતી. પ્રેક્ટિસ દરમિયાન જ બંન્ને એકબીજાનાં પ્રેમમાં પડ્યા હતા.

You might also like