સાક્ષી મહારાજનાં વસ્તી વધારાનાં નિવેદન મુદ્દે ચૂંટણી પંચે માંગ્યો અહેવાલ

મેરઠ : વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજકીય નિવેદનબાજી ચાલુ થઇ ચુકી છે. પોતાનાં નિવેદનોથી ચર્ચામાં રહેલા ભાજપનાં નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે દેશમાં વધી રહેલી વસ્તી માટે ઇશારા ઇશારામાં મુસ્લિમોને જવાબદાર ઠેરવી દીધા હતા. જેથી મોટો વિવાદ પેદા થઇ ગયો હતો.

સાક્ષી મહારાજનાં આ નિવેદ પર કોંગ્રેસ અને વિપક્ષી દળોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ઉત્તર પ્રદેશનાં ચીફ ઇલેક્શન ઓફીસરે સાક્ષીના નિવેદનનાં મુદ્દે રિપોર્ટ આપ્યો છે. અત્રે નોંધનીય છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ યૂપીમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે. બીજી તરફ ભાજપે સાક્ષી મહારાજના નિવેદન સાથે છેડો ફાડી લીધો છે. મુખ્યાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આને ભાજપનું સ્ટેન્ડ સમજવામાં ન આવવું જોઇએ.

મેરઠમાં એક મંદિરના ઉદ્ધાટન સમારંભમા લોકોને સંબોધિત કરતા સાક્ષી મહારાજે કહ્યુ કે, દેશની વસ્તી હિંદુ નહી પરંતુ 4 પત્નીઓ અને 40 બાળકોના કારણે વધી રહી છે. સાક્ષી મહારાજે જો કે પોતાનાં ભાષણમાં કોઇ જાતી કે ધર્મનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ તેમના નિવેદનને મુસ્લિમો સાથે જોડીને જોવાઇ રહ્યું છે.

You might also like