ભાજપમાં માયા, મુલાયમ સહિત સોનિયાનું પણ સ્વાગત : સાક્ષી મહારાજ

લખનઉ : ઉન્નાવનાં સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે અમારી પાર્ટી તો એવી છે કે જો માયાવતી આવશે તો તેમનું પણ સ્વાગત કરશે. મુલાય આવશે તો તેમનું અને સોનિયા આવશે તો તેમનું પણ સ્વાગત કરશે. સોનિયા ગાંધી પણ જો ભાજપ જોઇન કરવા ઇચ્છે તો મને નથી લાગતું કે ભાજપમાંથી કોઇ વ્યક્તિ વાંધો ઉઠાવે.

સાક્ષી મહારાજે કહ્યું કે અયોધ્યામાં જે નરસંહાર થયો છે તેનાં માટે જ્યાં સુધી સુરજ અને ચાંદો રહેશે ત્યાં સુધી અને ગંગા તથા યમુનાની ધારા વહેતી રહેશે ત્યાં સુધી રામ ભક્તો સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને આઝમ ખાનને ક્યારે પણ માફ નહી કરી શકે. આ સમગ્ર કાંડ પાછળ આ બંન્ને જ જવાબદાર છે.

આ સાથે જ સાક્ષી મહારાજે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં પહેલા બળાત્કાર થતા હતા. પરંતું હવે તો બળાત્કાર નહી પરંતુ ગેંગરેપ થાય છે. યુપીને સમાજવાદી પાર્ટી ઉતમ બનાવવા માટેનાં જે પ્રયત્નો કર્યા છે તે દેખાઇ રહ્યા છે. પરંતુ આ વિકાસનો હિસાબ જનતા 2017માં યોજાનારી ચૂંટણીમાં આપી દેશે. જનતા હવે જાગૃત થઇ ગઇ છે અને જાતીવાદમાં પડ્યા વગર વિકાસને વોટ આપે છે. જનતા હવે તંદુરસ્ત રાજનીતીમાં માનતી થઇ છે.

You might also like