સૈયામી ખેરને બિગ બી સાથે કામ કરવાની ઈચ્છા

ફિલ્મ ‘મિર્ઝિયા’થી બોલિવૂડમાં આવી રહેલી નવોદિત અભિનેત્રી સૈયામી ખેરનું કહેવું છે કે તે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મી પડદે અભિનય કરવા ઇચ્છે છે. તે કહે છે કે હું બિગ બીની બહુ મોટી પ્રશંસક છું અને એક દિવસ તેમની સાથે કામ કરવા ઇચ્છીશ. હું એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું જ્યારે મને બિગ બી સાથે કામ કરવાનો મોકો મળશે. સૈયામી અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂર સાથે ફિલ્મ ‘મિર્ઝિયા’માં જોવા મળશે.

હર્ષવર્ધન વિશે જણાવતાં તે કહે છે કે અનિલ કપૂરનો પુત્ર હોવા છતાં પણ હર્ષવર્ધન પર ફિલ્મી પરિવારનો રંગ ચડ્યો નથી. તે ખૂબ જ મહેનતુ છે અને ઝનૂનપૂર્વક પોતાનું કામ કરે છે. તેણે ક્યારેય પિતાના નામનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો નથી. સેટ પર તેની સાથે સારી મિત્રતા થઇ અને અમને સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. ઉલ્લેખનીય છે કે ‘મિર્ઝિયા’ ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચાઓમાં છવાયેલી રહી છે. ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રી અને લવ મેકિંગ સીનને લઇને પણ સૈયામી અને હર્ષવર્ધન ચર્ચામાં આવ્યાં હતાં. સૈયામી અને હર્ષવર્ધન બંનેની બોલિવૂડમાં આ પહેલી ફિલ્મ છે, પરંતુ આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.•

You might also like