મોલમાં છોકરી સાથે ફર્યા મહામંડલેશ્વર, ગયું પદ

મધ્યપ્રદેશમાં મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદ ગિરિને પેમ્ટ શર્ટ પહેર્યા અને એક મહિલા સાથે મોલમાં ફરતાં જોવા મળ્યા. જ્યારે આ વાતની ચર્તા જોર પકડવા લાગી ત્યારે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરિએ શુક્રવારે તેમને પદ પરથી હટાવી દીધા હતા.

હંમેશા ભગવા વસ્ત્રોમાં જોવા મળતા સ્વામી શૈલેષાનંદ ગિરિ છેલ્લા કેટલાક દિવસોથી ઇન્દોરના એક મોલમાં પેન્ટ શર્ટ પહેરીને ફરતા નજરે જોવા મળ્યા છે. તે સમયે તેમની સાથે મહિલા પણ હતી. સંતના પેન્ટ શર્ટ વાળા ફોટો જ્યારે સોશિયલ મીડિયા પર ફરતાં થયા ત્યારે આ વાતે જોર પકડ્યું.

અકાડા પરિષદના અધ્યક્ષએ શુક્રવારે કહ્યું કે શૈલેષાનંદને આ કૃત્ય માટે મહામંડલેશ્વર પદથી હટાવવામાં આવ્યા છે. મહામંડલેસ્વર બન્યા પછી પેન્ટ ટીશર્ટ પહેરવા પર પાબંધી છે. સ્વામી નરેન્દ્ર ગિરિનું કહેવું છે કે જો શૈલેષાનંદને ફરી વખત મહામંડલેશ્વર બનવું હોય તો તેમને આ બધી પ્રક્રિયા પરથી પસાર થવું પડશે , જે મહામંડલેશ્વર પદ મેળવવા માટે જરૂરી હોય છે.

You might also like