મહંત હત્યા કાંડમાં અંગત અદાવતનો એંગલ સામે આવ્યો

ગાંધીનગર : મંગળવારે કલોલનાં સઇજ ગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના બે મહંતની અંગત અદાવતનાં કારણે તિક્ષ્ણ હથિયારોનાં ઘા મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યારાઓ મંદિરમાંથી લૂંટ કર્યા બાદ અળ્ટો કાર લઇને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે જાણ થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ગાંધીનગરના કલોલ તાલુકાના સઇજ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરના દિલીપગીરી કૈલાશ ગોસ્વામી અને ઇશ્વરવનની અંગત અદાવતમાં અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઇ હતી. વહેલી સવારે મંદિર આવેલા ગૌશાળામાં કામ કરતી મહિલા અને ભક્તને આ અંગે જાણ થતા તેણે તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.

હાલ પોલીસ ગુનો નોંધીને આ અંગે તપાસ કરી રહી છે. જો કે પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મહંતની હત્યા અંગત અદાવતમાં કરવામા આવી હતી. જો કે હાલ આ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો છે. સાથે સાથે સમગ્ર વિસ્તારમાં મહંતની હત્યાનાં કારણે ચકચાર મચી જવા પામી હતી.

You might also like