સંતે બનાવી પથ્થર સેના : ખટારો ભરીને પથ્થર અને સેના સાથે જશે કાશ્મીર

કાનપુર: હવે સંતો પણ કાશ્મીરની હિંસાને લઇ એક્શનમાં આવ્યા છે. કાશ્મીરના પથ્થરબાજોને જડબાતોડ જવાબ આપવા એક સંતે ઉભી કરી છે પથ્થરસેના. જનસેના ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર બાલયોગી અરૂણપુરી ચૈતન્ય મહારાજે પથ્થરબાજો સામે લડવા રણશિંગુ ફુંક્યુ છે. મહારાજે જણાવ્યું કે ‘હું એક ટ્રક પથ્થર અને 2000 પથ્થરબાજો લઇ કાશ્મીર જઇશ. કાશ્મીરમાં જે લોકો પથ્થરબાજી કરી ભારતની અખંડતા અને એકતાને નુકસાન પહોંચાડી રહ્યા છે તેઓને સબક શિખવવા માટે અમે લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છીએ.’

અરૂણપુરીની જાહેરાત બાદ ડીએમ સુરેન્દ્રસિંહને આ મુદ્દે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે જિલ્લા તંત્ર વિભાગ દ્વારા કોઇને આ પ્રકારના કામ માટે પરમિશન આપાઇ નથી. જે મુદ્દે ઉપરી અધિકારી સાથે વાતચીત કરીશ અને સંત સમાજ સાથે પણ મુલાકાત કરીશ.

સાધુ-સંતો દ્વારા એડીએમ સિટી દ્વારા મોદીને આવેદનપત્ર આપ્યું છે. કાશ્મીરમાં સૈનિકો પર પથ્થરબાજી અટકાવવા માટે આ કદમ ઉઠાવવામાં આવી રહ્યુ છે. આવેદન પત્ર દ્વારા સાધુ-સંતો અને શહેરના નાગરિકો અને યુવાનોએ કાશ્મીર સેના પર પથ્થરમારો કરતા લોકોને જડબાતોડ જવાબ આપવા પરમિશન માંગી હતી. જોકે જનસેવાનું માનવું છે કે પીએમ દ્વારા કોઇ જવાબ ન આવતા તેવો મતલબ છે કે મૌન સ્વીકૃતિ આપી છે.

You might also like