ચાહકોએ સાઇના-કશ્યપને પરણી જવાની સલાહ આપી

મુંબઈઃ ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને પી. કશ્યપ લાંબા સમયથી એક બીજાંને ડેટ કરી રહ્યા હોવાની વાત ફેલાઈ છે. તાજેતરમાં સાઇનાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતાં જ આ સંબંધોને જાણે કે સ્વીકૃતિ આપી દીધી હોવાનું લાગી રહ્યું છે.

તાજેતરમાં હૈદરાબાદની એક રેસ્ટોરાંમાં ગયાં હોય એવો ફોટો સાઇનાએ અપલોડ કરતાં એ વાઇરલ થયો હતો તેમ જ ચાહકોએ બંનેને પરણી જવાની સલાહ આપી હતી. સાઇના-કશ્યપે જોકે આ સંબંધો અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

You might also like