ઓસ્ટ્રેલિયા ઓપન: સાનિયા મિરઝાની જોડીનો મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પરાજય

ભારતની ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિરઝા અને તેના ક્રોશિયાઇ જોડીદાર ઇવાન ડોડિગની જોડીનો ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પરાજય થયો છે. મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં અમેરિકા-કોલબિંયાની જોડીએ સાનિયાની જોડીને સીધા સેટ 6-2, 6-4માં પરાજ્ય આપ્યો હતો. આ સાથે જ સાનિયાનું 7મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું પણ રોળાઇ ગયું. એબિગેલ-જુઆનની જોડીએ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે.

એબિગલ-જુઆનની જોડી ફક્ત 26 મીનીટમાં જ સાનિયા-ડોડિંગ સામે પ્રથમ સેટ 6-2થી જીતો લીધો. બીજા સેટમાં સાનિયા-ડોડિંગ સારી શરૂઆત કરી પરંતુ અમેરિકી-કોલંબિયા જોડીએ શાનદાર પ્રદર્શન દાખવા બીજા સેટમાં 6-4થી જીત મેળવી ખિતાબ પોતાના નામે કરી લીધો. બીજો સેટ એક કલાક ત્રણ મીનિટ ચાલ્યો હતો. સાનિયાએ છેલ્લે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. ત્યારે તેનો જોડીદાર મહેશ ભૂપતિ હતો. સાનિયાએ અત્યાર સુધીમાં ત્રણ મહિલા ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ અને એટલા જ મિકસ્ડ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.

You might also like