સાઇના ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાંથી બહારઃ ભારતીય પડકારનો અંત

લંડનઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ ઓલ ઈંગ્લેન્ડ ઓપન ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સાઇનાને ચીની તાઇપેની તાઈ ત્સુ ઇંગ સામે ૧૫-૨૧, ૧૬-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારત માટે આ ટૂર્નામેન્ટમાંની તમામ આશાઓ ખતમ થઈ ગઈ છે, કારણ કે સાઈનાથ પ્રણિત, કે. શ્રીકાંત અને સમીર વર્મા સહિત બધા ખેલાડીઓ અગાઉથી જ બહાર થઈ ચૂક્યા છે.

દુનિયાની નંબર ત્રણ ખેલાડી અને લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનારી સાઇના પણ ભારતીય બેડમિન્ટન ચાહકોની આશાઓમાં ખરી ઊતરી શકી નથી અને સીધી ગેમ્સમાં ચીની તાઇપેની ખેલાડી સામે હારી ગઈ. આ અગાઉ પી. વી. સિંધુ મહિલા સિંગલ્સના પહલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી, જ્યારે મહિલા ડબલ્સમાં જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પા શરૂઆતના રાઉન્ડમાં હારી ગઈ હતી.

You might also like