યુપીના સૈફઈ મહોત્સવમાં રણવીરે ડિમ્પલ યાદવને પણ ડાન્સ કરાવ્યો

લખનૌ:  ઉત્તર પ્રદેશના સૈફઈ મહોત્સવમાં ગઈકાલે બોલિવૂડ નાઈટ હતી. આ દરમિયાન અનેક ફિલ્મી હસ્તીઓ તેમાં સામેલ થઈ હતી. આ નાઈટમાં રણવીર સિંહે ખૂબજ ડાન્સ કર્યો હતો. અને તે મુલાયમસિંહના પગમાં બેસી ગયો હતો. આ દરમિયાન રણવીરે મુખ્યપ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને પણ ડાન્સ કરાવ્યો હતો.

સમાજવાદી પાર્ટીના વડાના ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગત ૨૬ ડિસેમ્બરે આ મહોત્સવ શરૂ થયો હતો. પક્ષના બે નજીકના નેતાઓને હટાવી દેવામાં આવ્યા હોવાથી મુખ્યપ્રધાન અખિલેશ યાદવ મહોત્સવના ઉદઘાટનમાં ગયા ન હતા. જોકે અખિલેશની નારાજગી બાદ મુલાયમસિંહે આ બંનેને ફરી પાર્ટીમાં સામેલ કર્યા હતા. ૨૦૧૪માં મુઝફફરનગરના કોમી દંગલ છતાં આ સૈફઈ મહોત્સવમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવા કલાકારો ડાન્સમાં સામેલ થતા તે સમયે ભારે વિવાદ થયો હતો.

બોલિવૂડ નાઈટમાં અનેક ફિલ્મી સ્ટારની હાજરી
આ બોલિવૂડ નાઈટમાં સૈફ અલી ખાન, કરીના, રણવીરસિંહ, સોનાક્ષી સિંહા, શમિતા શેટ્ટી, અર્જુન કપૂર, અને આયુષ્યમાન ખુરાના સહિત અન્ય ફિલ્મી સિતારાઓઅે હાજરી આપી હતી. આ તમામ હસ્તીઓ માટે ઈટાવામાં ખાસ લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૈફઈ મહોત્સવમાં રાહત અલી, સપના મુખરજી, મિકાસિંહ, જાવેદ અલી અને અંકિત તિવારીઅે ગીત રજૂ કર્યા હતાં. જ્યારે નવમી જાન્યુઆરીઅે યુઅેસથી આવેલી સૂફી ગાયક ઈતિદાઅે પણ પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું. તેમજ અા જ દિવસે અખિલેશ યાદવની પુત્રીઅે પણ સ્ટેજ પરથી ગીત રજૂ કર્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે ચાહકોઅે ભારે વિવાદ કર્યો હતો. બેકાબૂ બનેલા લોકોઅે ખુરશીઓ ઉછાળતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

You might also like