સૈફ બોલ્યો, આ કારણથી રાખ્યું પુત્રનું નામ તૈમૂર

મુંબઇઃ પોતાના પુત્રના નામ તૈમૂર પર બોલીવુડ એક્ટર સૈફ અલી ખાને પહેલી વખત મીડિયા સાથે વાત કરી છે. સૈફે કહ્યું કે તુર્કીના શાસક રહેલા ‘તૈમૂર’થી તે માહિતગાર છે. સૈફે કહ્યું કે, તૂર્કિશ સાશકનું નામ તિમૂર હતું અને મારા પુત્રનું નામ તૈમૂર છે. જો કે બંને એક જ શબ્દમાંથી આવ્યાં છે પરંતુ નામ એક નથી.

પુત્રનું નામ તૈમુર રાખવા પર  સૈફ અલી ખાને લોકો સોશિયલ સાઇટ્સ પર ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. હજારો લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી. જોકે સૈફે કહ્યું છે કે તેમના એક કઝિનનું નામ પણ તૈમૂર હતું. જેની સાથે તેઓ રમતા હતા. તેણે કહ્યું કે મેં મારી પુત્રીનું નામ સારા પણ આ રીતે જ રાખ્યું હતું. પરિવારમાં એક વ્યક્તિનું નામ પર સારા હતું .જેની પરથી મેં સારાનું નામ રાખ્યું હતું.

સૈફે કહ્યું કે તૈમૂરનો મતલબ લોઠું થાય છે. સૈફે કહ્યું કે એલેક્ઝેન્ડર અને અશોકના નામ સાથે પણ હિંસક ઇતિહાસ જોડાયેલો છે. પરંતુ તેમની પર નામ રાખવાથી તે વ્યક્તિ જેવું તેનું વર્તન નથી થઇ જતુ. તૈમૂર પ્રેમાળ અને શાંત હોવા સાથે ગુડ વૈલ્યૂ સાથે મોટો થશે. સૈફે કહ્યું કે તૈમૂર ઉદારવાદી, બેલેન્સ અને ઓપન માઇન્ટેડ બનશે. તૈમૂરમાં કરીનાના તમામ ગુણો જોવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like