સાંઇબાબા ટ્રસ્ટ બનાવશે સંતોના મોન પુતળાનું મ્યુઝિયમ

શિરડી: મહારાષ્ટ્રની પ્રસિદ્ધ સાંઇબાબાની દેખરેખ કરનારું ટ્રસ્ટ મેડમ તુસાદની લાઇન પર મોમ પુતળાનું મ્યુજિયમ બનાવવાની યોજના બનાવી રહી છે. એમાં દેશના પ્રસિદ્ધ સંતાના મોમથી બનેલા પુતળા રાખવામાં આવશે.

વિશ્વ પ્રસિદ્ધ મેડમ તુસાદ મ્યુઝિયમમાં દુનિયાના જાણીતી હસ્તિઓના મોમથી બનેલા પુતળા રાખવામાં આવે છે. એની દુનિયાભરમાં શાખાઓ છે. સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટની અધ્યક્ષ સુરેશ હવારેએ મીડિયાને જણાવ્યું કે સંગ્રહાલયમાં આવતા લોકા માટે વિવધ સાહિત્યો પણ રાખવામાં આવશે.

સંસ્થા પગપાળા શ્રદ્ધાળુઓ માટે દસ આશ્રય સ્થળોનું પણ નિર્માણ કરશે. એમને અહીંયા મફતમાં રહેવા, ખાવા, પીવા , બાયો ટોયલેટ અને એમ્બ્યુલેન્સની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. યૂપીએસસી અને મહારાષ્ટ્ર લોકસેવા આયોગની પરીક્ષાઓમાં બેસવાની ઇચ્છા રાખનાર જરૂરિયાતમંદત અને વંચિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષિક સંસ્થા ખોલવાની યોજના છે. આ યોજનાઓને એક વર્ષમાં પૂરી કરવામાં આવશે.

You might also like