સાંઇબાબાની પૂજા લીધે મહારાષ્ટ્રમાં દુકાળ: શંકરાચાર્ય સ્વરૂપાનંદ

નવી દિલ્હી: વિવાદો ઘેરાયેલા રહેતા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મહારાષ્ટ્રના દુકાળ પર વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને અન્ય સ્થળો પર જે દુકાળ પડી રહ્યો છે તે ફક્ત એટલા માટે છે કારણ કે લોક સાંઇ બાબા પૂજા કરી રહ્યાં છે.

શંકરાચાર્યએ કહ્યું કે ‘જો દુકાળથી બચવું છે તો તાત્કાલિક સાંઇની પૂજા બંધ થવી જોઇએ. મહારાષ્ટ્રના આરાધ્ય ભગવાન ગણેશ છે એટલા માટે ગણેશની પૂજા થવી જોઇએ.’ તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ગણેશનો વાસ છે, પરંતુ પૂજા સાંઇની થઇ રહી છે. જે ભગવાનની પૂજા થવી જોઇએ. તેનો અનાદર થઇ રહ્યો છે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અહીં અટક્યા નહી. તેમણે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરમાં મહિલાઓને પ્રવેશ મળવા પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ‘જે પ્રકારે મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યાં છે તે ત્યાં સુધી અટકશે નહી જ્યાં સુધી મહિલાઓ શનિની પૂજા કરવાનું બંધ નહી કરે.’ તેમણે કહ્યું કે શનિ ભગવાન નહી એક ગ્રહ છે અને ગ્રહની શાંતિ થાય છે પૂજા કરાતી નથી. સ્વરૂપાનંદ સરસ્વતીએ પહેલાં પણ શનિ શિંગણાપુરમાં મહિલાઓને પ્રવેશ આપવાની માંગનો વિરોધ કર્યો હતો.

You might also like