સહારાએ વેચવા કાઢી 3 હોટલો, 10 હજાર કરોડમાં કરી ડીલ

નવી દિલ્હી: દેવામાં ડૂબેલા સહારા ગ્રુપ પૈસા એકઠા કરવા માટે પોતાની ત્રણ હોટલ કતર ફંડ દ્વારા વેચશે. આ સંબંધમાં તેમને કતર ફંડની સાથે 10 હજાર કરોડ રૂપિયાની પણ ડીલ કરી છે. સહારાએ સુપ્રીમ કોર્ટ પાસે આ વેચાણ માટે પરવાનગી પણ માંગી છે.

સહારા ગુ્પના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને એવો ભરોસો અપાયો છે કે તે આગળના મહિનાની 3 તારીખ સુધી અને 300 કરોડ જમા કરી દેશે. જો આ ત્રણ હોટલ વેચાઇ જશે તો સહારાને 10 હજાર 308 કરોડ રૂપિયા મળશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે સહારા પ્રમુખ સુબ્રત રોયની આખરી જામીન વધારી દીધી છે. આખરી જામીન 3 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. સાથે સહારાના 300 કરોડ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ 300 કરોડ સેબી પાસે જમા કરાવવા પડશે. જમા કરાવવાની આખરી તારીખ 3 ઓગસ્ટ છે.

You might also like