એકલતાનો લાભ લઇ સગા કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચરતા ફિટકાર

જામનગર નજીકના ભાણવડ નજીક આવેલા રોઝડા ગામે કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચરતા આ ઘટનાએ ચોતરફ ફિટકારની લાગણી જન્માવી છે.

આ અંગેની વિગત એવી છે કે, રોઝડા ગામે રહેતા એક શ્રમીક પરિવારની સગીર વયની પુત્રી રાત્રીના સમયે એકલી ઘેર હતી ત્યારે ગામમાં રહેતો તેનો કાકો જયેશ શકરાભાઇ ઘરમાં પહોંચી જઇ ભત્રીજીની એકલતાનો લાભ લઇ મોં દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઇને કહીશ તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકી આપી આરોપી કાકો નાસી છૂટ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like