હવે પંજાબમાં પણ માનહાનિ કેસમાં ફસાયા કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક નવા માનહાનીનાં કેસમાં ફસાઇ ગયા છે. પંજાબ સરકારમાં મંત્રી અને અકાલી દળનાં નેતા બી.એસ મજેઠિયાએ તેની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. કેજરીવાલ અને તેની પાર્ટીનાં થોડા નેતાઓએ મજેઠીયાએ તેની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. કેજરીવાલે તેમની પાર્ટી તથા અમુક નેતાઓને ડ્રગ્સ માફીયા કહ્યા હતા. દિલ્હીનાં મુખ્યમંત્રી પહેલાથી જ નાણા મંત્રી અરૂણ જેટલીની સામે માનહાનીનો કેસ લડી રહ્યા છે.

થોડા દિવસો પહેલા પંજાબ મુલાકાત દરમિયાન દિલ્હીનાં મુખ્યમંત્રીએ ચંડીગઢમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે મજેઠીયાની વિરુદ્ધ ડ્રગ્સ સિંડિકેટમાં સંડોવાયેલા હોવાનાં પુરતા પુરાવાઓ છે. તેમ છતા પણ તેના પર કાર્યવાહી નથી કરવામાં આવી રહી. કેજરીવાલે મજેઠીયા પર ડ્રગ્સનાં વેપાર કરી રહેલા પંજાબનાં યુવાનોનું ભવિષ્ય બર્બાદ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. પંજાબ સરકારમાં ટેક્સ મુદ્દાઓના મંત્રી મજેઠીયાએ કહ્યું કે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આપ નેતા દુર્ગેશ પાઠક, સંજય સિંહ અને આશુતોષની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મજેઠીયાનો આરોપ છે કે કોઇ પણ પ્રકારનાં પુરાવાઓ વગર મારી વિરુદ્ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. હું લાંબા સમયથી જાહેર જીવન સાથે સંકળાયેલો છે. મે હંમેશા જનતાની ભલાઇ માટે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કેજરીવાલ અને તેમની પાર્ટીનાં અન્ય નેતાઓ વિરુદ્ધ નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ માનહાનીને કેસ દાખલ કર્યો છે. કેજરીવાલ અને તેની પાર્ટી દ્વારા ડીડીસીએ ગોટાળામાં અરૂણ જેટલી પર ભ્રષ્ટાચારનાં આરોપ લગાવ્યા બાદ નાણા મંત્રીએ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનાં આધાર પર કેસ કર્યો છે.

You might also like