સાધ્વી પ્રજ્ઞાએ શિવરાજને ડ્રામેબાજ તો મોદીને ગણાવ્યા દેશભક્ત

ઉજ્જૈન : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર હૂમલો કરતા તેને ડ્રામેબાજ ગણાવ્યા હતા. સાથી જ સાધ્વીએ વડાપ્રધાન મોદીનાં વખાણ કરતા તેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા. સાધ્વીએ કહ્યું કે વડાપ્રધાન મોદીને તેમનું સમર્થન હંમેશા મળતું રહેશે. સાધ્વી પ્રજ્ઞાએ સિંહસ્થા કુંભમાં પહોંચ્યા બાદ ઉજ્જૈનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને શિવરાજસિંહ ચૌહાણ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાધ્વીએ કહ્યું કે જે લોકોએ મને પરેશાન કર્યા તેનાં નેતા શિવરાજસિંહ ચૌહાણ છે.

સાધ્વીએ ચેતવણી આપતા કહ્યું કે શિવરાજસિંહને તેનાં પરિણામ ભોગવવા પડશે. એનઆઇએ દ્વારા હાલમાં જ સાઆધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને માંલેગાવ બ્લાસ્ટ મુદ્દે ક્લીન ચીટ આપવામાં આવી છે. સાધ્વીએ કહ્યું કે સાંભળ્યું છે કે મને એનઆઇએ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે. પરંતુ એવું 8 વર્ષ બાદ થયું. ન્યાય મળવામાં આટલો સમય લાગવો એ જ એક મોટા અન્યાય સમાન છે. મારા પર લાગેલા આરોપનાં કારણે મને કેટલું નુકસાન થયું તે શબ્દોમાં વર્ણવવું શક્ય નથી.

સાધ્વી પ્રજ્ઞા સિંહસ્થ કુંભ દરમિયાન ક્ષિપ્રા નદીમાં પવિત્ર સ્થાનની જિદ્દ કરીને બેઠા હતા. પરંતુ સુરક્ષાનું કારણ આપીને શિવરાજસિંહ સરકારે તેને ઉજ્જૈન આવવાની પરવાનગી આપી નહોતી. ત્યાર બાદ સાધ્વીએ આમરણ ઉપવાસ ચાલુ કર્યા હતા. સાધ્વીએ ચેતવણી આપી હતી કે 21 મે સુધીમાં જો તેમને મંજુરી નહી મળે તો તે સમાધિસ્થ થશે. ત્યાર બાદ શિવરાજસિંહ સરકારે સાધ્વી સામે નમજુ જોખવું પડ્યું હતું અને પરવાનગી આપવી પડી હતી.

You might also like