હું કોંગ્રેસ દ્વારા રચાયેલ ષડયંત્રનો ભોગ બની : સાધ્વી પ્રજ્ઞા

નવી દિલ્હી : 2 દિવસ પહેલા જામીન પર છુટેલી માલેગાંવ વિસ્ફોટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ગુરૂવારે મીડિયાની સામે આવી છે. તેમણે નવ વર્ષ સુધી જેલમાં રાખવા અને ભગવા આતંકવાદની થિયરી માટે પૂર્વની યુપીએ સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે પૂર્વ ગૃહ અને નાણા મંત્રી પી.ચિદંબરમનું નામ લઇને કહ્યું કે કોંગ્રેસ સરકારનાં ષડયંત્ર હેઠલ તેમને ફસાવાયા. સાધ્વીએ ખરાબ તબિયત માટે એટીએસ મુંબઇ પરેશાન કરતી હોવાનું જણાવ્યું હતું.

જામીન માટે હાઇકોર્ટનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે હજી પણ જે સરકાર કેન્દ્રમાં છે તેઓ ષડયંત્ર નથી કરતા અને ન્યાય અપાવે છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સૌથી પહેલા ગત્ત 9 વર્ષમાં આતંકવાદીઓ અને નક્સલવાદી હૂમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલી આપી અને કહ્યું કે, યુપીએ સરકારનાં ષડયંત્ર સ્વરૂપે કાળા સાગર અને અન્યાય સહીને હું 9 વર્ષ બાદ જેલનાં બંધનથી મુક્ત થઇને આવી છું. હવે મારે કેસ મુંબઇ હાઇકોર્ટમાં ચાલશે. હું હાલ માનસિક રીતે બંધનમાં રહીશ.

હું કોર્ટનો આભાર વ્યક્ત કરૂ છું કે આટલા વર્ષે પણ મને ન્યાય મળ્યો. તેમણે મીડિયાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે શરૂઆતમાં તો મીડિયાએ મને આતંકવાદી પણ કહી હતી. જો કે ભગવા આતંકવાદ શબ્દ મીડિયાને પસંદ ન આવ્યો. ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ માટે પુર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંબરમનું નામ લેતા સાધ્વીએ કહ્યું કે, જે વિધર્મી હોત તો તેમના માટે ભગવો ખરાબ છે. તો નિશ્ચિત છે કે ભગવા આતંકવાદ કોંગ્રેસનું ષડયંત્ર હતું. તેને સાબિત કરવા માટે સમગ્ર કાવત્રું રચવામાં આવ્યું.

You might also like