માલેગાંવ બ્લાસ્ટ કેસ: સાધ્વી પ્રજ્ઞાને ના મળ્યા જામીન, હવે હાઇકોર્ટમાં કરશે અપીલ

મુંબઇ: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહની જામીન અરજી એર વખત ફરી ફગાવી દીધી છે. સ્પેશિયલ મકોકા કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીથી ક્લિન ચીટ મળી હોવા છતાં તેને જામીન આપવાની ના પાડી દેવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞા હવે હાઇકોર્ટમાં અપીલ કરશે.

મકોકા કોર્ટના જજ એસડી ટેકાલેએ 20 પેજનો આદેશ કર્યો, તેમને એનઆઇએના સાધ્વી પ્રજ્ઞાની વિરુદ્ધ કોઇ સબૂતિ ન હોવાના દાવાને ફગાવી દીધો છે. તેમને એનઆઇએની તે દલીલને પણ ફગાવી દીધી છે આ બાબતે મકોકા લાગૂ પડતો નથી. જજે જણાવ્યું કે પોતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ બાબતે મકોકા લાગૂ પડે છે. જજે એનઆઇએ ની ફરી તપાસની રીત પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

સાધ્વી પ્રજ્ઞા આ બાબાતે છેલ્લા 8 વર્ષથી જેલમાં છે. તેને પહેલા પણ આ બાબતની તપાસ કરનારી એજન્સી એટીએસ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. એટીએસે આ બાબતે બે ચાર્જશીટ દાખલ કરી હતી. એટીએસને સાધ્વીને બ્લાસ્ટનું ષડયંત્ર રચવાના આરોપી બનાવ્યા હતા. જો કે તે આ આરોપોને નકારી કાઢ્યા છે.

સાધ્વી પ્રજ્ઞાના વકીલોએ આ પહેલા પણ કોર્ટમાં બે વખત જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ બંને વખત અરજી ફગાવી દેવામાં આવી હતી. આ ત્રીજી વખત છે કે તેની જામીન અરજી નકારી કાઢી છે. સાધ્વીના વકીલોએ મકોકા કોર્ટમાં 30 મેના રોજ જામીન અરજી દાખલ કરી હતી.

You might also like