ઝાકિર નાઇકનું માથું વાઢી લાવનારને 50 લાખનું ઇનામ આપશે સાધ્વી પ્રાચી

લખનઉ: બાંગ્લાદેશમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જે પ્રકારે ઇસ્લામ ધર્મના પ્રચારક ઝાકિર નાઇકના વિરૂદ્ધ દરેકબાજુથી અવાજ ઉઠી રહ્યો છે તેણે સુરક્ષા એજન્સીઓને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મજબૂર કરી દીધી છે. પરંતુ બધાની વચ્ચે અવારનવાર વિવાદોમાં રહેનાર સાધ્વી પ્રાચીએ ઝાકિર નાઇકનું માથું વાઢી લાવનારને 50 લાખ રૂપિયાનું ઇમાન આપવાની જાહેરાત કરી છે.

સાધ્વી પ્રાચીએ કહ્યું કે જે ઝાકિરનું માથું વાઢીને લાવશે તેને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ઝાકિરને સમર્થકોને ત્યારે સબક મળશે જ્યારે તેનું માથું દેશના સૌથી ઉંચા ટાવર પર લટકાવવામાં આવશે. ઝાકિર નાઇકને ભાગેડૂ ગણાવતાં પ્રાચીએ કહ્યું કે તે ભારતમાં ફસાવવાના ડરથી સાઉદી અરબ જઇને સંતાઇ ગયો છે. પરંતુ ભારત સરકારે તેને ત્યાંથી ખેંચીને લાવવો જોઇએ અને તેનું માથું કલમ કરવું જોઇએ.

આમ કરવાથી આતંકવાદીઓને સબક મળશે. સાધ્વી પ્રાચીએ કહ્યું કે જે ધર્મગુરૂ ઝાકિર નાઇકનો વિરોધ કરી રહ્યાં છે તે ફક્ત નાટક કરી રહ્યાં છે, તેમણે તેના સાથે જ બધા ધર્મગુરૂઓ તથા મદરેસાઓની તપાસની માંગ ઉદભવી છે. તેમણે કહ્યું કે મદરેસા આતંકવાદીનો પ્લાન્ટ તૈયાર કરે છે અને સરકાર તેમને પૈસા પુરા પાડે છે.

You might also like