સાધ્વી પ્રાચીને જાનથી મારી નાખવાની ISISની ધમકી

મુઝફ્ફરનગર: હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સાધ્વી પ્રાચીને ધમકી આપનાર કોલરે પોતાને આતંકી સંગઠન આઈએસઆઈએસનો સભ્ય હોવાનું જણાવ્યું હતું અને સાધ્વી પ્રાચીને એવી ધમકી આપી હતી કે જો તેઓ રામમંદિર અને હિન્દુ સંમેલનોમાં જશે તો તેમને ખતમ કરી નાખવામાં આવશે.

સાધ્વી પ્રાચી પોતાને ફોન પર મળેલી આ બેઠક અંગે આજે એસએસપીને મળનાર છે. સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે તેઓ ગુરુવારે રાત્રે પ્રતાપગઢથી મુઝઝફરનગર પહોંચ્યા હતા અને રાત્રે લગભગ ૧.૨૦ કલાકની આસપાસ તેના મોબાઈલ પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો.

આ અજાણી વ્યક્તિએ પોતે ખોફનાક સંગઠન આઈએસઆઈએસનો સભ્ય હોવાનું જણાવ્યું હતું. તેણે મને જાનથી મારી નાખવાની ધમકી આપતાં જણાવ્યું હતું કે જો હું રામમંદિર અને હિન્દુ સંમેલનમાં હાજરી આપવા જઈશ તો મારે જીવ ગુમાવવો પડશે.

સાધ્વી પ્રાચીએ રાત્રે જ આ અંગે એસએસપીને ફોન કરીને આ ધમકી અંગે જાણ કરવાનો પ્રચાસ કર્યો હતો, પરંતુ તેઓ એક કવિ સંમેલન અને મુશાયરામાં હોઈ તેમણે ફોન સાંભળ્યો ન હતો. હવે સાધ્વી પ્રાચી આજે એસએસપીને મળશે અને પોતાને મળેલી ધમકી અંગે વાત કરશે.

You might also like