સાધ્વીએ અનુપમ ખેરને ફેંક્યો પડકાર- ‘હિંમત હોય તો જેલમાં ધકેલી બતાવો’

નવી દિલ્હી: પોતાના નિવેદનોને લઇને મોટાભાગે ચર્ચામાં રહેનાર સાધ્વી પ્રાચીએ અભિનેતા અનુપમ ખેરને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો અનુપમ ખેરમાં દમ હોય તો તે તેમને અને ભાજપના સાંસદ આદિત્યનાથને જેલમાં મોકલીને બતાવે.

જોકે, અનુપમ ખેરે તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભાજપમાં કેટલાક નેતા એવા છે જે બકવાસ વાતો કરે છે, પછી ભલે તે સાધ્વી હોય કે પછી યોગી. તેમને જેલમાં નાખી દેવા જોઇએ અને પાર્ટીમાંથી કાઢી મુકવા જોઇએ.

અભિનેતાના નિવેદનનો જવાબ આપતાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે ‘અમે હિંદુઓના હિતની લડાઇ ચાલુ રાખીશું. જો અનુપમ ખેરમાં તાકાત છે તો તે અમને જેલમાં મોકલીને બતાવે.’

તમને જણાવી દઇએ કે આ પહેલાં અનુપમ ખેરના નિદેવન પર યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અનુપમ ખેર ફિલ્મી દુનિયામાં જ નહી, પરંતુ અંગત જીવનમાં પણ વિલનની ભૂમિકામાં છે.

You might also like