સાધવી જયશ્રીગિરીની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ફરી ધરપકડ

અમદાવાદ: વડગામ નજીક અાવેલ મુક્તેશ્વર મઠની પદભ્રષ્ટ સાધવી જયશ્રીગિરીની ગઈ માડી રાતે સાબરમતી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના અાધારે વડગામ પોલીસે ગઈમોડી રાતે ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં નોટબંધી દાખલ થયા બાદ જયશ્રીગિરીએ યોજેલ લોક ડાયરામાં ચલણી નોટો ઉડાડવામાં અાવી હતી અને બે શખસોએ ફાયરિંગ પણ કર્યું હતું. અા ઉપરાંત જયશ્રીગિરી વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ પણ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ગઈકાલે વડગામ પોલીસે ખુદ ફરિયાદી બની જયશ્રીગિરી વિરુદ્ધ ફાયરિંગ અને છેતરપિંડીની એફઅાઈઅાર દાખલ કરી હતી. જયશ્રીગિરી અગાઉના ગુનામાં સાબરમતી જેલમાં બંધ હોય વડગામ પોલીસે ગઈ મોડી રાતે ટ્રાન્સફર વોરંટથી સાબરમતી સબજેલમાંથી સાધવી જયશ્રીગિરીની ધરપકડ કરી તેને વડગામ લઈ જવામાં અાવી હતી. પોલીસે અાજે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરનાર છે.

http://sambhaavnews.com/

You might also like