લગ્ન સમારોહમાં સાધ્વી દેવાએ ફાયરિંગ કરતાં એકનું મોત

કરનાલ: હરિયાણાના કરનાલમાં એક કહેવાતી સાધ્વીએ લગ્ન સમારોહમાં ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું છે અને ચાર લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. ફાયરિંગની આ ઘટના બાદ સાધ્વી દેવા ઠાકુર અને તેના તમામ ગનમેન ફરાર થઇ ગયા છે.

મોતનો ખેલ ખેલવાનો આરોપ એક સાધ્વી અને તેની સાથે આવેલા તેના ખાનગી ગનમેન પર મૂકવામાં આવ્યો છે. આ લગ્ન સમારોહનું આયોજન કરનાલના સાવિત્રી પેલેસમાં થયું હતું.  સાધ્વી દેવા ઠાકુરે ડાન્સ ફલોર પર પહોંચતાં જ પોતાના થેલામાંથી એક પિસ્તોલ કાઢી હતી અને પછી બે વાર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન સાધ્વી સાથે આવેલા ગનમેને પણ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આસપાસ ઊભેલા લોકોમાં બાળકો પણ હાજર હતાં. આ ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાછળથી એક મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસે આ તમામ વિરુદ્ધ આર્મ્સ એકટ અને હત્યાનો કેસ દાખલ કર્યો છે.

You might also like