બીફ ખાનાર વ્યક્તિને જાહેરમાં ફાંસીના માચડે લટકાવો : સાધ્વીની માંગ

નવી દિલ્હી : ગો વધ અને બીફ ખાવાનાં મુદ્દે ચાલી રહેલ વિવાદ વચ્ચે મધ્યપ્રદેશનાં છિંદવાડાની રહેવાસી સાધ્વી સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વીએ કહ્યું કે તે કેન્દ્રની નરેન્દ્ર સરકારને અપીલ કરશે કે સ્ટેટસ સિંબલ તરીકે બીફ ખાનારા લોકોને ચાર રસ્તે ફાંસી આપવામાં આવે.સનાત ધર્મ પ્રચાર સેવા સમિતીનાં અધ્યક્ષે કહ્યું કે હિન્દૂ પોતાની રક્ષા કરવા માટે પોતાનાં ઘરોમાં હથિયારો રાખે.

સનાતન સંસ્થાનાં કેટલાક સભ્યો પર અંધવિશ્વાસ વિરોધ અને તર્કવાદી નરેન્દ્ર દાભોલકરની હત્યા કરવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાધ્વીએ કહ્યું કે આજનો સૌથી મોટો પડકાર બિન-હિંદુને હિન્દુ બનાવવા નહી પરંતુ પહેલા હિન્દૂને હિન્દૂ બની રહે તે જોવાનું છે. પોતાનાં ભાષણ દરમિયાન સાધ્વીએ ધર્મનિરપેક્ષ લોકો પર પણ નિશાન સાધ્યું હતું.

બીફ મુદ્દે તેમણે કહ્યું કે જે વ્યક્તિગૌમાતાનું માંસ ખાવાને પોતાનું સ્ટેટસ સમજે છે એવા વ્યક્તિને ભારત સરકારને નિવેદન કરૂ છું કે તેને ફાંસી પર લટકાવવામાં આવે. ત્યારે લોકોને ખબર પડશે કે ગાય માતાની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે. સાધ્વીએ કહ્યું કે હિન્દુઓએ પોતાની પુત્રીઓને લવ જેહાદથી બચાવવી પડશે.
http://sambhaavnews.com/

You might also like